________________
૧૦.
રાજહૃદય ભાગ-૧૩ ઉપયોગ છે. આને ઉપયોગ નથી. પરિણતિ બેયની નથી. પરિણતિથી બેય છૂટ્યા છે. પણ ઉપયોગથી બેય નથી છૂટ્યા. તો એકને દોષ નથી, એકને દોષ છે. તે ભૂમિકાનો દોષ એકને નથી અને એકને છે. તો મુનિ નિર્દય છે એમ ન કહી શકાય. ગૃહસ્થ દયાવાન છે અને મુનિ નિર્દય છે એમ ન કહી શકાય. કેમકે એ તો એકેન્દ્રિયની પણ યતના પાળે છે. ગૃહસ્થ હોય તો એકેન્દ્રિયની ન પાળી શકે. ત્રણ જીવોની પાળે. સ્થાવર જીવોની ન પાળી શકે. પણ મુનિરાજ તો એકેન્દ્રિયની પાળે છે. અભિપ્રાયમાં બેય સરખા છે કે એક એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યત કોઈને દુઃખ ન દેવાય. પણ આચરણમાં બંનેની ભૂમિકા જુદી જુદી છે. અહીંયાં આચરણનો વિષય છે.
પ્રારબ્ધ છે, એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી, એટલે એને પ્રારબ્ધથી ઉપાધિ કરવી જોઈએ. કેમકે એનું પ્રારબ્ધ છે માટે એણે ઉપાધિ કરવી જોઈએ એમ શ્રદ્ધામાં સ્વીકાર નથી. માન્યતામાં એમ સ્વીકાર નથી. પણ પરિણતિથી છૂટ્યા....” છે અને ત્યાગવાનો પુરુષાર્થ પણ છે છતાં પણ “બાહ્ય કારણો રોકે છે. અમુક રીતે માનો કે નિર્દય થઈ શકતા નથી. એવી કોઈ કૌટુંબિક પરિસ્થિતિ હોય તો નિર્દય નથી થઈ શકતા, એવી કોઈ બીજી પરિસ્થિતિ હોય કે વેપાર કરવા બીજાની થાપણો લીધી હોય. પછી શું કરે ? છોડવા જતાં બાહ્ય કારણો રોકે કે ન રોકે ? હું તો બાવો થઈને નીકળી જઈશ પણ ઓલો મરી જશે.
મુમુક્ષુ:- અન્યાય અને અનિતિ થઈ જશે.
પૂજ્ય ભાઈશ્રી :- અન્યાય અને અનિતિ એવી થશે કે એની જિંદગી બગડી જશે. બાહ્ય કારણો રોકે છે એટલે શું ? કે આ બધામાં ઉપયોગમાં તો જાય છે. બધો વિચાર આવે છે એ ઉપયોગ જાય છે. મુનિરાજને એ પરિસ્થિતિ નથી. મુનિદશામાં આવે (તો) કાંઈ વિચાર ન કરે. ઘરનાનો વિચાર ન કરે, બહારનાનો પણ વિચાર ન કરે. છÈ-સાતમે ગુણસ્થાને આવી જાય, દીક્ષા ધારણ કરે તો એને કોઈ અપરાધ પણ ન લાગુ પડે. માનો કે તેથી કોઈને દુઃખ થાય. પરિવારના સભ્યોને પણ દુઃખ થાયબીજાને પણ દુઃખ થાય. એવું કોઈ પણ કારણ નિમિત્ત નૈમિત્તિકભૂતપણે (બને) તો એ અપરાધને યોગ્ય નથી. તે પૂજવાને યોગ્ય છે. ભલે અમારું જે થાવું હશે એ થશે. તમે મુનિદશામાં આવ્યા, ધન્ય છે તમને ! એના પગમાં પડી જાય. એ સ્થિતિમાં આવે અને જ્ઞાની પગલું ભરે. એ સ્થિતિમાં આવ્યા વિના બીજાને તકલીફમાં મૂકીને, હઠ કરીને પગલું ભરે એવું પાછું ન કરે. એને