________________
૧૮૮
રાજહૃદય ભાગ-૧૩ કે હવે આજે એને ચાં ખાવાનું ભાવવાનું હતું ? એને તો ઉમંગ માતો નથી એને કાં ખાવાનું ભાવવાનુ હતું. કહે પણ થોડું ખાઈ લે. તો કહે મને ભૂખ નથી લાગી. કેમકે એને બહારગામ જવાનો ઉત્સાહ છે. આ તો જીવનો સ્વભાવિક વિષય છે. એ ઉત્સાહમાં બીજા બધા વિષયોથી વૃત્તિ હટી જાય છે. એવો શ્રાવકોને, ધર્માત્માઓને એ પ્રકારનો ઉમંગ અને ઉત્સાહ ધર્મભાવ પ્રત્યેની લાગણી ઉત્સાહિત રીતે આવે છે.
મુમુક્ષુ :– એ જાતના એને પરિણામ હોય તો મુનિરાજની સાથે સાથે જંગલમાં ચાલ્યો જાય.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એની સાથે સાથે એ એમ કહે હું અત્યારે શહેરમાં નહિ રોકાઉં. આપ અત્યારે ક્યાં વિહાર કરીને હમણા સ્થિરતા કયાં છે ? તો કહે ફલાણા ડુંગરની તળેટીમાં કે લાણા ઉપવનમાં કે આ દિશામાં. પાછળ પાછળ જાય. કાંઈ નથી ખાવું હવે. ખાવાની જરૂર નથી. આજે સત્સંગ મળવાનો છે. એટલે એ તો એની પાછળ વયા જાય. એ ચાલવા માંડે તો એની પાછળ પાછળ જાય. પછી જ્યારે સ્થિર થઈને બેસે. એમ લાગે ધ્યાનમાં નથી બેઠા અને વિકલ્પ દશામાં છે તો ઉપદેશ માટે વિનંતી કરે. (મુનિરાજ) બંધાયેલા નથી. એમને વિકલ્પ આવે તો ઉપદેશ આપે. જોવે કે આ ધર્મનો લોભી જીવ છે, અહીં સુધી આવ્યો છે અને પોતાને વિકલ્પ આવે તો એને ઉપદેશ આપે. ન્યાલ થઈ જાય.
મુમુક્ષુ :– અમે તો ઉપદેશ આપવા માટે ...
પૂજ્ય ભાઈશ્રી :– ઉપદેશ આપવાનો અધિકાર જ કર્યાં છે ? કાલે તો વિષય ચાલ્યો હતો. પહેલા તો ઉપદેશ આપવાનો અધિકાર જ ક્યાં છે ? ઉપદેશ શું ? સત્સંગ કરો. ઉપદેશ આપવાનો અધિકાર કોઈને નથી.
૫રમાર્થના કારણભૂત એવા વ્યવહારસંયમ'ને પણ પરમાર્થસંયમ કહ્યો છે.’ કોઈવાર એવા કા૨ણ ઉ૫૨ કાર્યનો ઉપચાર કરીને કોઈ શાસ્ત્રમાં વ્યવહારસંયમને પણ પરમાર્થસંયમ કહેવામાં આવ્યો છે તો ત્યાં કાંઈ શંકા કરવા જેવી નથી. કારણકાર્યનો ઉપચાર થઈ શકે છે.
શ્રી ડુંગ૨ની ઇચ્છા વિશેષતાથી લખવાનું બને તો લખશો. પ્રારબ્ધ છે, એમ માનીને શાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી...' હવે શું કહે છે ? કે મને એમ લાગે છે કે પ્રારબ્ધ છે માટે જ્ઞાની ગૃહસ્થની ઉપાધિ કરે છે એમ નથી. એમ માનીને નહિ. જાણવામાં બરાબર છે કે પૂર્વકર્મનો ઉદય છે અને પૂર્વકર્મનો ઉદય છે માટે