________________
૧૮૬
રાજહૃદય ભાગ-૧૩ પૂજ્ય ભાઈશ્રી - ભાવલિંગ નથી માટે એને દ્રવ્યલિંગી કહેવાય છે. ભાવલિંગ સાધુપણું નથી આવ્યું. છઠ્ઠા-સાતમા ગુણસ્થાન સુધી એનો પુરુષાર્થ નથી વર્તતો
માટે.
મુમુક્ષુ – પ્રચુર સ્વસંવેદનનો વિષય છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. અંતમુહૂર્તમાં શુદ્ધોપયોગ થાય. ચોથા ગુણસ્થાને ન થાય. પાંચમા ગુણસ્થાને અંતર્મુહૂર્તમાં શુદ્ધોપયોગ ન થાય, ન થઈ શકે. એટલે.
મુમુક્ષુ – પ્રશ્ન છે કે પ્રચુરસ્વસંવેદન થયું કહેવાય...
પૂજ્ય ભાઈશ્રી :- હા, પ્રચુરસ્વસંવેદન હોય અને અંતર્મુહૂર્તમાં શુદ્ધોપયોગ હોય. એની પરિણતિમાં ફેર છે. ચોથા ગુણસ્થાનની પરિણતિ કરતા પાંચમાં ગુણસ્થાનની પરિણતિ ઉઝ છે અને પાંચમા કરતા છઠ્ઠાની પરિણતિ ઉઝ છે. વિકલ્પદશામાં. એ ફરક છે. અને શુદ્ધોપયોગના અંતરાળમાં પણ ફરક છે. ભાવલિંગી મુનિ હોય એને અંતર્મુહૂર્તમાં શુદ્ધોપયોગ થાય. ચોથે-પાંચમે ગુણસ્થાને અંતર્મુહૂર્તમાં ન આવે. એને શુદ્ધોપયોગ થવામાં, નિર્વિકલ્પ થવામાં વધારે વખત લાગે.
અત્યારે તો આ ગુણસ્થાનનું જ્ઞાન ‘ગુરુદેવના અનુયાયીઓ સિવાય ક્યાંય નથી. “ગુરુદેવના વિદ્વાનો સિવાય ક્યાંય નથી. દિગંબરોને ખબર નથી. શ્વેતાંબરોને તો ક્યાંથી ખબર હોય ? શ્રીમદ્જીના અનુયાયીઓના વિદ્વાનોને એ વિષે સ્પષ્ટીકરણ નથી. અને દિગંબર સંપ્રદાયમાં નથી, એ લોકોને ખ્યાલ નથી. ગુરુદેવે આ વિષય સારી રીતે સ્પષ્ટ કર્યો છે. કેમકે એમની સામે આ બધી વાત આવી કે, ભાઈ ! દ્રવ્યલિંગી કોણ ? ભાવલિંગી કોણ ? કોનો સંગ કરાય ? કોનો સંગ ન કરાય ? એ બધો શાસ્ત્રમાં વિષય આવ્યો. એ “પ્રવચનસારમાં વિષય લીધો છે. દ્રવ્યલિંગી હોય તો આહારદાન આપીને સંગ છોડી દેવો. ભાવલિંગી હોય તો એના સંગમાં જાવું, એનો પરિચય કરવો, એની ભક્તિ કરવી, એનો ઉપદેશ સાંભળવો એ બધી વાત લીધી.
મુમુક્ષુ - અમે નાના હતા ત્યારે સાધુઓ સમજાવતા કે તમે શ્રાવક છો એટલે તમારું પાંચમું ગુણસ્થાન, અમે સાધુ છીએ તો અમારું છઠ્ઠ ગુણસ્થાન. અહીંયાં આવ્યા તો “ગુરુદેવે” Degrade કર્યા.
પૂજ્ય ભાઈશ્રી – Degrade કર્યા નહિ. હતા જ તેનું ભાન કરાવ્યું. જ્યાં હતા એનું ભાન કરાવ્યું. Degrade નથી કર્યા કાંઈ. પણ જે હતા એનું ભાન કરાવ્યું કે,