________________
પત્રાંક-૬૬૪
૧૮૭ ભાઈ! તમે હજી પહેલે ગુણસ્થાને છો અને જે છઠું માને છે એ પણ હજી પહેલે ગુણસ્થાને છે. એમ કીધું.
મુમુક્ષુ - દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા થઈ એટલે સમકિત આવી ગયું.
પૂજ્ય ભાઈશ્રી :- હા, સમકિત આવી ગયું નહિ, ગૃહીત મિથ્યાત્વ આવી ગયું. શું આવ્યું ? ગૃહીત મિથ્યાત્વ આવી ગયું. ગ્રહિત મિથ્યાત્વ કોને હોય ? ક્રિશ્ચન ગૃહીત મિથ્યાત્વી, બૌદ્ધ ગૃહીત મિથ્યાત્વી, મુસલમાન ગ્રહિત મિથ્યાત્વ, હિન્દુઓ ગૃહીત મિથ્યાત્વી. અન્યમત બધા ગ્રહિત મિથ્યાત્વમાં જાય છે. એમ આ બધા ગૃહીત મિથ્યાત્વમાં એ વર્ગમાં આવી જવાય. વાર ન લાગે.
મુમુક્ષુ – ગુરુદેવે” તો Upgrade કર્યા કે તું પરમાત્મા છો એમ બતાવ્યું.
પૂજ્ય ભાઈશ્રી – ઠીક ને. તું પરમાત્મા છો એમ નક્કી કર. ગુરુદેવે એમ કહ્યું. શ્રાવક છો એમ નક્કી ન કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. એમ “ગુરુદેવે કહ્યું. ખરી વાત છે.
મુમુક્ષુ – પૂર્ણતાને લક્ષે શરૂઆત.. પૂજ્ય ભાઈશ્રી:- હા. ત્યાંથી તો શરૂઆત કરાવી છે.
મુમુક્ષુ – આ વાત પણ સરસ આવી કે ગૃહસ્થને મુનિને આહારદાનની પ્રસન્નતામાં Automatic આહાર ઉણો થઈ જાય.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એને તો કોઈવાર તો ઉપવાસનો વિકલ્પ આવી જાય. કે આજ તો ઉત્સાહમાં અને ઉત્સાહમાં ઉપવાસ કરી નાખવો છે. સવારથી નક્કી કર્યું હોય કે આહારદાન કરાવીને આહાર લેવો. નહિતર ન લેવો. અને એમાં કોઈ મુનિરાજ આવી જાય અને આહારદાન કરાવે તો એને એટલો બધો ઉત્સાહ આવે કે આજે તો આહાર જ લેવો નથી. એટલો એનો સંગ કરવામાં સમય જાય. પછી શું છે કે આહાર કર્યા પછી જો એમને સમય હોય તો એમ કહે કે આપના શ્રીમુખેથી કાંઈક અમને પારમાર્થિક આત્મકલ્યાણનો વિષય સમજાવો. અને જો કાંઈ એવો યોગ બને તો એ પછી આખી એની વૃત્તિ જ પલટાય જાય. તો આહાર પણ ન લે એ તો. ઉણો લે શું! ન પણ લે એ તો.
મુમુક્ષુ – ગૃહસ્થમાં એમ થાય છે દીકરાને જમાડ્યા પછી તપેલી ખાલી થઈ જાય તો માને દુઃખ ન થાય. જમાડ્યાનો આનંદ જ આવે.
પૂજ્ય ભાઈશ્રી :- આનંદ જ આવે. એ તો સીધી વાત છે. સમજી શકાય એવી વાત છે. અને અમથા પણ ઉત્સાહનો પ્રસંગ હોય ત્યારે માણસ નથી કહેતા ?