________________
પત્રાંક-૬૬૪
૧૮૯ આ ઉપાધિ છે. પણ એનો સ્વીકાર નથી. માનીને નહિ, સ્વીકારીને નહિ. તો પછી અંદરની વાત શું છે ? પ્રારબ્ધ છે માટે ઉપાધિ કરે છે એમ જણાતું નથી. એટલે શું? એટલે એમાં શું Tone છે? કે એ તો અજ્ઞાની પણ એમ કહે છે કે શું ભાઈ ! અમારે તો એવો ઉદય આવી પડ્યો એટલે બીજો રસ્તો નહોતો. પછી જ્ઞાની અને અજ્ઞાની સરખા ? તો કહે છે, એમ નહિ. જ્ઞાનીની વાત બીજી રીતે છે.
જ્ઞાનીને એમ છે કે પરિણતિથી છૂટ્યા છતાં.” અંદરની પરિણતિ છૂટી ગઈ છે. ‘ત્યાગવા જતાં બાહ્ય કારણો રોકે છે. એવા સંયોગો ઊભા થાય છે કે ત્યાગ કરી શકે એમ નથી. બાકી ત્યાગ કરવાનું સામર્થ્ય છે. છતાં ત્યાગ ન કરે એવી પણ એમની એક પરિસ્થિતિ છે. અથવા પરિણતિ અને ઉપયોગમાં એ ફરક છે કે ઉપયોગ જાય છે, પરિણતિ જતી નથી. ગૃહસ્થદશામાં અને મુનિદશામાં આ ફરક છે કે મુનિદશામાં ઉપયોગ પણ નથી જતો. ઉપયોગ નથી જતો. પરિણતિ તો નથી જતી પણ ઉપયોગ નથી જતો. જ્યારે ગૃહસ્થદશામાં પરિણતિ નથી જતી પણ ઉપયોગ જાય છે. અને ઉપયોગ જાય છે અને બાહ્ય કારણો સાથે એ સંબંધ કરે છે. તે બાહ્ય કારણો એવા ચિત્ર-વિચિત્ર છે કે જેને લઈને એમની પરિણતિ છૂટી ગઈ હોવા છતાં પણ તે પરિસ્થિતિને છોડી શકતા નથી. એટલે પ્રવૃત્તિમાં જોવામાં આવે છે. એ પ્રવૃત્તિ મારે કરવી જોઈએ, મારો ઉદય છે માટે હું કરી લઉં એ પ્રકારે એનો સ્વીકાર નથી. માન્યતામાં અસ્વીકાર છે. જ્ઞાનમાં જાણે છે કે ઉદય છે પણ માન્યતામાં એનો અસ્વીકાર છે. એમ છે.
મુમુક્ષુ – પુરુષાર્થની નબળાઈ કહેવાય ?
પૂજ્ય ભાઈશ્રી – પુરુષાર્થની નબળાઈ જરૂર છે. પણ નબળાઈનો વિચાર આપણે ન કરીએ. નીચેવાળા નબળાઈનો વિચાર ન કરે તો પરિસ્થિતિ તો સમજવી જોઈએ કે એમનું સામર્થ્ય કેટલું છે ? કે પરિણતિએ છૂટ્યા છે. એ થોડી મોટી વાત છે. સામાન્ય વાત નથી. પરિણતિથી છૂટ્યા છે એ બહુ મોટી વાત છે. બળવાન તો પરિણતિ છે. ઉપયોગ હજી એટલો કેળવાયો નથી કે ઉપયોગ જતો નથી. ઉપયોગ જાય છે. ગુણસ્થાન અનુસાર બે વચ્ચે ફરક છે.
જેમકે ગૃહસ્થદશામાં કોઈ તરસ્યો જોવે તો પાણી પાય. કોઈ બીજો મનુષ્ય કે તિર્યંચ તૃષાતુર હોય તો એને પાણી પાય. આ અવેડા બંધાવે છે. માણસો પરબ બંધાવે છે ને ! મુનિરાજ બીજાને તરસ્યા દેખીને પાણી ન પાય. કેમકે એને આરંભસમારંભનો ઉપયોગ નથી. ગૃહસ્થદશામાં સમ્યગ્દષ્ટિ હોય તો આરંભ-સમારંભનો