________________
પત્રાંક-૬૬૬
પત્રાંક-૬૬૬
૧૯૭
મુંબઈ, પોષ વદ ૧૨, રવિ, ૧૯૫૨
ဆိ
ઉત્કૃષ્ટ સંપત્તિના ઠેકાણાં જે ચક્રવર્ત્યાદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે; અથવા પ્રારબ્ધોદયે વાસ થયો તોપણ અમૂર્છિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધોદય સમજીને વર્ત્યા છે; અને ત્યાગનો લક્ષ રાખ્યો છે.
તા. ૧૪-૪-૧૯૯૧, પત્રાંક – ૬૬૬ થી ૬૬૮ પ્રવચન નં. ૨૯૯
પાનું-૪૯૧. ‘શ્રી ખીમચંદ લક્ષ્મીચંદ, લીંબડી’ના કોઈ મુમુક્ષુ છે. એના ઉ૫૨ Postcard લખેલું છે. ઉત્કૃષ્ટ સંપત્તિના ઠેકાણાં જે ચક્રવર્ત્યાદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે; અથવા પ્રારબ્ધોદયે વાસ થયો તોપણ અમૂર્છિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધોદય સમજીને વર્યાં છે; અને ત્યાગનો લક્ષ રાખ્યો છે.’ પોતાને ૨૯ વર્ષની ઉંમરમાં ત્યાગના પરિણામો, ગૃહસ્થદશામાં હોવાથી ગૃહસ્થદશા છોડીને સર્વસંગપરિત્યાગની દિશાની ભાવનામાં એ પરિણામો વિશેષ-વિશેષ આ દિવસોમાં ઘૂંટાયા છે અને પત્રોની અંદર એ વિષય વારંવાર એ દરેક મુમુક્ષુના પત્રની અંદર લખી રહ્યા છે. ૬૬૪માં પણ એ વાત છે, ૬૬૩માં પણ એ વાત છે, ૬૬૨માં પણ એ વાત છે. ૬૬ ૨થી પોષ મહિનાથી ચાલે છે.
શું કહે છે ? કે સામાન્ય પરિગ્રહ હોય તોપણ સંસારીજીવને મમત્વ ઘણું રહે છે. જેમ જેમ પરિગ્રહ વધે છે તેમ મમતા અને મમત્વભાવનો રસ જીવને વધતો જાય છે. કોઈને તો પરિગ્રહ ઘટતો જાય તોપણ મમત્વ૨સ વધતો જાય છે. પણ સામાન્યપણે જેમ જેમ પરિગ્રહ વિશેષ તેમ તેમ મમત્વભાવ પણ વિશેષ થતો જોવામાં આવે છે.