________________
પત્રાંક-૬૬૪
૧૮૫ પડગાહન કરીને વિધિપૂર્વક આહાર ન દે. એ ધર્મબુદ્ધિએ એ જાતનો વ્યવહાર છે.
મુમુક્ષુ - બંને સમ્યગ્દર્શન તો થયું હોય ને ?
પૂજ્ય ભાઈશ્રી :- નહિ. બહારમાં દ્રવ્યલિંગી હોય એને ન પણ હોય અને હોય પણ. બેય હોય. હવે એવા પણ દ્રવ્યલિંગી હોય કે જે ચતુર્થ ગુણસ્થાનવર્તી હોય અને પંચમ ગુણસ્થાનવર્તી હોય. પણ છઠા-સાતમા ગુણસ્થાનવર્તી ન હોય. તો સ્પષ્ટપણે પૂછી લે કે આપનો ભેદજ્ઞાન આદિ શુદ્ધોપયોગનો વિષય તો બરાબર છે. તો અત્યારે મુનિદશાયોગમાં આપની શુદ્ધ પરિણતિ છઠ્ઠા ગુણસ્થાનમાં અને અંતર્મુહૂર્તમાં આપને શુદ્ધોપયોગમાં આવવું થાય છે? જો ભાવલિંગી મુનિ હોય કે સમ્યગ્દષ્ટિ હોય તો સત્ય કહે. અસત્ય તો કહે નહિ. એમ કહે કે મેં દીક્ષા ધારણ કરી છે. પણ હજી મારી ગતિ ચોથા ગુણસ્થાન સુધી પહોંચી છે અથવા પંચમ ગુણસ્થાનવર્તી સુધી આવું છું. છઠ્ઠા-સાતમા ગુણસ્થાન માટેનો અભિલાષી છું, પ્રયત્નવંત છું, પુરુષાર્થ ચાલે છે. તો એને સત્સંગ કરવામાં બાધ નથી. સમ્યગ્દષ્ટિ હોય, પંચમ ગુણસ્થાનવર્તી હોય તો એનો સત્સંગ કરવામાં બાધ નથી. પણ મિથ્યાદષ્ટિ હોય તો એનો સંગ એટલા માટે ન કરે કે એની વિપરિત શ્રદ્ધા એના ઉપદેશથી પોતાની યોગ્યતા ન હોય તો એને એના પ્રત્યેનું બહુમાન થતા એને અવગુણ થવાનો અવસર આવે. એટલા માટે.
મુમુક્ષુ – સમ્યગ્દર્શન થયા પછી દ્રવ્યલિંગી કહેવાય ખરા?
પૂજ્ય ભાઈશ્રી :- હા. બહારમાં દીક્ષા ધારણ કરી એ તો દ્રવ્યલિંગી કહેવાય. જો મુનિદશાને ન પ્રાપ્ત થયા હોય તો. છઠું-સાતમું ગુણસ્થાન આવે એટલે ભાવલિંગી કહેવાય. એ પહેલા બધા દ્રવ્યલિંગી છે. દ્રવ્યલિંગીના ત્રણ પ્રકાર : મિથ્યાદૃષ્ટિ દીક્ષાધારી દ્રવ્યલિંગી, ચતુર્થ ગુણસ્થાનવર્તી દીક્ષાધારી દ્રવ્યલિંગી, પંચમ ગુણસ્થાનવર્તી દીક્ષાધારી દ્રવ્યલિંગી. પછી છઠ્ઠું-સાતમે આવે એટલે એ ભાવલિંગી કહેવામાં આવે છે. આમ ત્રણ પ્રકાર પડે છે.
મુમુક્ષ - એ છઠે ગુણસ્થાને આવે ત્યારે સમ્યગ્દર્શન થઈ જાય ને ?
પૂજ્ય ભાઈશ્રી – ચોથે થઈ જાય છે. ચોથે જ જાય પછી છઠ્ઠ ન થવાનો કયાં પ્રશ્ન છે ? એ પ્રશ્ન જ ક્યાં છે ? સોમાં નેવું આવી જ જાય ને. સો રૂપિયા છે તો કેવું છે કે નહિ? પણ સો હોય તો નેવું તો થઈ જ ગયા. પછી દસ વધ્યા પછી સો થયા છે. એટલે એ તો પ્રશ્ન જ નથી.
મુમુક્ષુ :- સમ્યગ્દર્શન થયા પછી દ્રવ્યલિંગી રહે કેમ ?