________________
૧૭૮
રાજહૃદય ભાગ-૧૩
તા. ૧૩-૪-૧૯૯૧, પત્રાંક – ૬૬૪, ૬૬૫
પ્રવચન ને. ૨૯૮
પત્રાંક-૬ ૬૪. બાહ્ય ત્યાગના વિષયમાં માર્ગદર્શન આપ્યું છે. શ્રી મહાવીર આદિ તીર્થકરોએ બાહ્ય ત્યાગ અંગીકાર કર્યો છે. જન્મથી સમ્યજ્ઞાન સહિત ત્રણ જ્ઞાન હોવા છતાં બાહ્ય ત્યાગ ગ્રહણ કર્યો, સર્વસંગપરિત્યાગ કર્યો એ એના ઉત્કૃષ્ટપણાને સિદ્ધ કરે છે. અથવા જ્ઞાનીને પણ અસંગ આત્માના શ્રદ્ધાન-જ્ઞાન સાથે અસંગપણું સુસંગત છે, સંગપણે સુસંગત નથી. એ વિષય ઉપર સ્પષ્ટીકરણ આપે છે. એક Paragraph થઈ ગયો છે. બીજા Paragraphથી.
“ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી,....” એવો સિદ્ધાંત નથી કે જે ગૃહસ્થદશામાં હોય અને આત્માનું જ્ઞાન ન થાય અથવા આત્માનું જ્ઞાન થાય તેને ગૃહસ્થપણાનો બહારમાં ઉદય અથવા વ્યવહાર ન હોય એવો કોઈ સિદ્ધાંત નથી, એવી કોઈ વસ્તુસ્થિતિ નથી. અર્થાત્ ગૃહસ્થવ્યવહાર હોય તેમાં પણ આત્મજ્ઞાન થઈ શકે છે, આત્મજ્ઞાન થાય ત્યારે ગૃહસ્થપણાનો વ્યવહાર ચાલુ રહે તો આત્મજ્ઞાનને બાધા આવતી નથી. તેથી કોઈપણ ગૃહસ્થ મનુષ્ય, પોતાને અત્યારે લાગેવળગે છે ત્યાં સુધી, વર્તમાન પરિસ્થિતિમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને અનંત ભવનો છેદ કરી શકે છે અને તે થઈ શકવા યોગ્ય છે. આ સિદ્ધાંતિક વાત થઈ. પછી જીવ તથારૂપ પ્રયત્ન કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે અને ન પણ કરે. પણ શક્યતા રહેલી છે. એવું નથી કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરતા પહેલા જેણે અમુક પ્રકારે ત્યાગ કર્યો હોય તેને જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. અંશે ત્યાગ કે સવશે ત્યાગ કર્યો હોય તેને જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એવી કોઈ પૂર્વશરત નથી. આ એક માર્ગની સુવિધા છે.
ફરીને, ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી, તેમ છતાં.” તેમ છતાં ગૃહસ્થદશામાં પણ જ્ઞાનીને, ગૃહસ્થદશામાં રહેલા “જ્ઞાનીને પણ ત્યાગવ્યવહારની