________________
પત્રક-૬૬૪
૧૭૯
ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી છે;...’ તેવા જ્ઞાનીઓને જે ઉપદેશ છે, ઉપદેશના ત્રણ તબક્કા છે. તીર્થંકરદેવના ઉપદેશમાં મુમુક્ષુજીવને ઉપદેશ કર્યો છે એની ભૂમિકાનો, જ્ઞાનીઓને ઉપદેશ કર્યો છે એની ભૂમિકાનો, મુનિઓને પણ એની ભૂમિકાનો ઉપદેશ કર્યો છે. દરેકના સ્તર જુદા જુદા હોવાથી ઉપદેશનો વિષય પણ અલગ અલગ હોય છે.
અહીંયાં પણ જ્ઞાનદશા પ્રાપ્ત થયા પછી, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી ગૃહસ્થદશા છે એટલે બાધા નથી તોપણ. એમ કહે છે. ગૃહસ્થદશાની આત્મજ્ઞાનને બાધા નથી તોપણ, એને પણ ‘ત્યાગવ્યવહારની ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી છે;...' પરમપુરુષો એટલે તીર્થંકરદેવોએ. તેને પણ એવો ઉપદેશ કર્યો છે કે પૂર્વપુણ્યના યોગે ભોગોપભોગના સંયોગો તમને વર્તતા હોય તોપણ તે ભોગોપભોગના સંયોગોમાં વર્તતા આત્મજ્ઞાનને ભલે બાધા ન થતી હોય તોપણ તમારે તેનો ત્યાગ કર્તવ્ય છે. એવો ઉપદેશ કર્યો છે. બાધા નથી માટે વાંધો નથી માટે ભલે તમે વર્તો એવો ઉપદેશ નથી કર્યો. જુઓ ! કેવી રીતે વાતને કઈ ઢાળમાં ઢાળે છે ! અરે...! મુમુક્ષુને પણ ત્યાગનો ઉપદેશ છે. જ્ઞાનીને તો ત્યાગનો ઉપદેશ છે એમ નહિ પણ મુમુક્ષુને પણ ત્યાગનો ઉપદેશ છે. એવું કાંઈ નથી કે મુમુક્ષુ હોય એટલે ત્યાગ ન કરી શકે. એની શક્તિ ન હોય તો જુદી વાત છે. એ પરિણામની શક્તિ જોઈને ક૨વાનો વિષય છે. અથવા અલ્પ શક્તિ હોય તો પ્રથમ આત્મજ્ઞાન થવા અર્થે તેનો ઉપયોગ કરવો પણ ત્યાગાદિમાં જઈને એનો ઉપયોગ કરતા આત્મજ્ઞાન કરવામાં પોતાની શક્તિ ન બચે કે ન રહે તો તે પ્રકારે અવિધિએ શક્તિનો ઉપયોગ કર્તવ્ય નથી. એટલું વિચારી શકાય.
તેમ છતાં પણ શાનીને પણ ત્યાગવ્યવહારની ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી છે; કેમકે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે,...' જે-તે પદાર્થનો ત્યાગ કરતા તે પદાર્થ વિના પણ વૃત્તિ શુદ્ધ રહે છે, વૃત્તિમાં કોઈપણ જાતનો ક્લેશ નથી થતો અને વૃત્તિનું શુદ્ધપણું રહે છે એ એના ઐશ્વર્યને, સામર્થ્યને સૂચવે છે કે એને ૫૨૫દાર્થની જરૂર પડતી નથી. જે પદાર્થનો ત્યાગ કર્યો છે તે પદાર્થની તેને જરૂ૨ પડતી નથી, એને આવશ્યકતા નથી. તે ઐશ્વર્યને સ્પષ્ટ કરે છે, એના સામર્થ્યને સ્પષ્ટ કરે છે, એની મોટાઈને સ્પષ્ટ કરે છે.
તેથી અને લોકને ઉપકારભૂત છે તેથી...' બીજાને પણ એ અનુસરણનું કા૨ણ બને છે. બીજા લોકોને ઉ૫કા૨નું એ કા૨ણ બને છે. જેમકે એક જ્ઞાની એવા