________________
૧૭૨
રાજહૃદય ભાગ-૧૩ ભાવી છે. તો એ જે રીતે ભાવના ભાવી છે અને એવી રીતે જે તીખા વચનો નીકળ્યા છે એ કોઈ પારમાર્થિક પરિસ્થિતિમાં પહોંચાડવા માટેની વાત છે એમ સમજવા યોગ્ય છે. ત્યાં વચ્ચે દ્રવ્યાનુયોગની અપેક્ષા લાગવી ન જોઈએ. એવી વચ્ચે દ્રવ્યાનુયોગની અપેક્ષા ઊભી કરીને તે ૫૨માર્થિક પ્રયોજનને ઢીલું પાડવું, પ્રયોજનને ઢીલું પાડવું એ વાત યોગ્ય નથી પણ અયોગ્ય છે.
‘સોગાનીજી’એ તો એ ન્યાય આપ્યો છે, સ્પષ્ટીકરણ આપીને ખુલ્લો ન્યાય આપ્યો છે. કેમકે પોતે એવા તીખા વચનોથી ચર્ચા કરતા. ત્યારે કોઈ અપેક્ષા ખોલીને એ વિષયને સ્પષ્ટ કરતા. જોકે અપેક્ષા ખોલીને સ્પષ્ટ કરવા પાછળ એ કા૨ણ હતું કે ચર્ચામાં ઘણા બેઠા હોય. કોઈ અનર્થ ગ્રહણ કરી લે, ભાઈ નવા નવા છે, એમને લોકો ઓળખતા નથી, સમજતા નથી અને આવી તીખી વાતમાંથી કોઈ અનર્થ ગ્રહણ કરી લેશે. એવા એક વિચારથી, એવી શંકાથી પણ સ્પષ્ટીકરણ આપતા ત્યારે એ સ્પષ્ટીકરણ પ્રત્યે પણ એમણે નારાજગી વ્યક્ત કરી. અને એ નારાજગી એવા શબ્દોમાં વ્યક્ત કરી કે જ્યારે મૂળ પ્રયોજનથી કોઈ તીખી વાત કરવામાં આવતી હોય ત્યારે બીજી પણ અપેક્ષાથી આમ પણ છે.
જેમકે અહીંયાં દર્શન-જ્ઞાન-ચારિત્ર નથી એમ કહીને ભેદને ઉડાડ્યા છે કે દર્શન-જ્ઞાન-ચારિત્ર જ નથી. ત્યારે એમ કે કોઈને શૂન્યવાદ આવી જશે એમ સમજીને લાવને આપણે આ વાતનું સ્પષ્ટીકરણ કરીએ. એટલે કોઈ વિદ્વાન વાંચનકાર હોય એ બીજા પડખાંને ખોલે કે જુઓ ! ભાઈ ! અહીંયાં એકાંત કરવાનો નથી. દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદ નથી એમ કહેવા માટે દર્શન-જ્ઞાન-ચારિત્ર નથી એમ આચાર્યદેવ કહે છે. ભેદ નથી એવો શબ્દ, ભેદવાળો શબ્દ એમણે ઉડાડ્યો છે. પણ વસ્તુ તો ભેદાભેદ સ્વરૂપ છે. અપેક્ષાએ ભેદ પણ વસ્તુમાં રહેલા છે. તો એ જે ભેદની અપેક્ષા એ વખતે વચ્ચે લાવવી એ અભેદના Force ને તોડી નાખવાની વાત છે. એટલે એ એમ કહે કે એવી કોઈ બીજી વચ્ચે અપેક્ષા લાવીને આનું જોર ઉદ્દેશ્ય, પ્રયોજન છે એનું જોર શિથિલ કરી નાખે એ વાત મને ગમતી નથી. બીજા ખુલાસો આપે છે, એ કહે છે કે મને આ નથી ગમતું. સ્પષ્ટ કહ્યું. એવી રીતે પોતે એ વિષયને ખોલી નાખ્યો હતો.
અપેક્ષાજ્ઞાન છે એ એક ન્યાયે વિપરિતતાને ટાળવામાં ઉપયોગી હોવા છતાં પણ એ જ અપેક્ષાજ્ઞાન અધ્યાત્મની તીખાશ માટે વચ્ચે લાવવામાં આવે તો એ તીખાશને તોડી નાખવાનો અપરાધ થઈ જાય છે. એટલે એમની ચર્ચામાં જ્યાં જ્યાં