________________
પત્રક-૬૬૪
૧૭૩
કૌંસ ભર્યાં છે ત્યારે એ બહુ સાવધાની રાખવી પડતી હતી કે એવી કોઈ અપેક્ષા ખોલવી નથી કે એમની તીખાશ તૂટી જાય. નહિતર એમનાં જ અભિપ્રાય વિરુદ્ધ એ પ્રવૃત્તિ થઈ જશે. કૌંસ ભરતી વખતે એ વિચાર ઘણીવાર આવેલો કે આ તો એમનો અભિપ્રાય એમણે ખોલી મૂકેલો છે. કૌંસ ભરવા જતા એની વિરુદ્ધ પાછું ન થઈ જાય. એક બાજુ સમાજ અજાણ છે એને ગે૨સમજણ ન થાય એ એક ખ્યાલમાં હતું, બીજી બાજુથી એમનો અભિપ્રાય કચાંય ઢીલો ન પડે કે તૂટી ન જાય એ ખ્યાલમાં રાખવાનું હતું. અને બેની વચ્ચેથી રસ્તો કાઢીને મર્યાદિત રીતે સ્પષ્ટીકરણ કૌંસમાં આપવું. એ વિચાર બહુ આવેલો.
મુમુક્ષુ :દ્રવ્યાનુયોગના રચયિતા પોતે ‘કુંદકુંદસ્વામી’ છે, ‘પ્રવચનસાર’, પંચાસ્તિકાય’ એ તો એમનું પોતાનું રચેલું છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ તો દ્રવ્યાનુયોગના Jaint master જેને કહી શકાય એવા છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવને પ્રવચનસાર’માં ખોલ્યો છે, અસાધારણ ! એના ઉ૫૨થી તો બીજા આચાર્યોએ ગ્રંથો રચ્યા છે. પ્રવચનસા૨’ આદિ ગ્રંથો ઉપરથી ત્યાર પછીના આચાર્યોએ પંચાધ્યાયી' આદિ બીજા ગ્રંથોની રચના કરી છે. ‘ઉમાસ્વામી’ વગેરે.
મુમુક્ષુ :– શાસન ચાલુ છે એ ‘કુંદકુંદાચાર્યદેવ'ના નિમિત્તે છે, નહિતર શાસનનો લોપ થઈ ગયો હોત.
પૂજ્ય ભાઈશ્રી :– હા. લોપ થઈ ગયો હોત. અધ્યાત્મનો વિષય જો એમના શાસ્ત્રોથી ન રચાણો હોત તો આજે શું પરિસ્થિતિ હોત એનો અંદાજ કાઢવો મુશ્કેલ પડી જાય.
મુમુક્ષુ :- જેટલો તીર્થંક૨ ભગવાનનો ઉપકાર છે એટલો જ ‘કુંદકુંદાચાર્યદેવ'નો ઉપકાર છે.
પૂજ્ય ભાઈશ્રી :– એટલો ગણધરદેવનો, એટલો જ ‘કુંદકુંદાચાર્યદેવ’નો અને એટલો જ ‘ગુરુદેવ’નો છે. કેમકે એ વાત પણ લુપ્તપ્રાય થઈ ગઈ હતી. ‘કુંદકુંદાચાર્યદેવ’ના ગ્રંથો પણ પોથીમાં વીંટાળેલા હતા અને ધૂડ ખાતા હતા. જે-તે દિગંબર શાસ્ત્ર ભંડારોની અંદર કોઈ ખોલતું નહોતું. એ આજે ઘરે ઘરે વાંચતા થયા અને એના ઉ૫૨ પણ એક એક શબ્દ ઉપર અને એક એક વચન ઉ૫૨ ‘ગુરુદેવે’ સ્પષ્ટીકરણ આપ્યું. આજે ભલે સમ્યજ્ઞાન નથી પણ માણસ સમજવાની કોશિશ કરે તો એમના પ્રવચનો સમજી શકે.