________________
૧૭૧
પત્રાંક-૬૬૪ જાણવામાં છે અને એમ જાણવામાં હોવાથી મિથ્યા એકાંત થઈને એ Balance out થતા નથી. પણ એટલું જોર દીધા વિના પ્રયોજનની સિદ્ધિ નથી થતી.
અહીંયાં જે પ્રયોજનની સિદ્ધિ થવાનું જે પ્રયોજન છે એ પ્રયોજન સુધી લક્ષ પહોંચાડવું છે. સામાને પણ એનું લક્ષ કરાવવું છે કે જો આમાં કાંઈક વાત જરા વિશેષ અમે કહેવા માગીએ છીએ. “નિયમસાર’ની ૫૦મી ગાથામાં બંને મુનિરાજો કુંદકુંદાચાર્યદેવ’ અને ‘પદ્મપ્રભમલધારિદેવ' આચાર્ય અને મુનિરાજ છે. ટીકાકાર મુનિરાજ છે, આચાર્ય નથી. બંને એમ કહે છે કે, આ ચારે ભાવ છે એ પરભાવ હેય ઇતિ. પરદ્રવ્ય પરભાવ હેય ઇતિ. ત્રણ શબ્દો વાપર્યા છે. તો એ તો પર્યાય છે એટલે દ્રવ્ય તો નથી. છતાં પરદ્રવ્ય કહીને પરદ્રવ્યવ કહી દીધું.
મુમુક્ષુ – ઉદય, ઉપશમ, ક્ષયોપશમ...
પૂજ્ય ભાઈશ્રી :- ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ સુધ્ધા. ચારેચાર પર્યાયો. ચારે ભાવને પરદ્રવ્ય, પરભાવ અને હેય ત્રણ શબ્દો વાપર્યા છે. બરાબર છે ? તો પોતાની પર્યાયને પરભાવ કહે હજી ત્યાં સુધી તો હજી કાંઈક એમ લાગે કે થોડુંક ઓછું કીધું. સારું થયું બહુ ન કીધું. પણ એને પરદ્રવ્ય કીધું તો આચાર્યદેવને ખબર નથી કે આ પોતાની પર્યાયનો ભાવ છે ? પરદ્રવ્ય તો પુદ્ગલાદિ પાંચ દ્રવ્યો છે. છતાં એટલું બધું જોર શું કરવા મારે છે ? પરદ્રવ્ય સુધી કહે છે.
ગુરુદેવ’ એનો ખુલાસો કરીને ન્યાય બહુ સરસ આપતા. ત્રણ આંગળી રાખીને વાત કરતા. પરદ્રવ્યના લક્ષે અને આશ્રયે જીવને રાગ થાય છે. પર્યાયના આશ્રયે, રાગના આશ્રયે પણ જીવને અશુદ્ધ પર્યાય એવી રાગના આશ્રયે પણ જીવને રાગ જ થાય છે. એમ પરિપૂર્ણ શુદ્ધ પર્યાય, એનો આશ્રય કરવા જાય તોપણ રાગની ઉત્પત્તિ થાય. એમ ત્રણે રાગનું કારણ થતું હોવાથી, જેને પરિપૂર્ણ શુદ્ધ પર્યાય છે એને તો એનું લક્ષ થતું જ નથી અથવા તો જેને શુદ્ધ સ્વરૂપનું લક્ષ થઈ ગયું એને તો શુદ્ધાશુદ્ધ પર્યાયનું લક્ષ થતું જ નથી પણ જે નથી સમજતા એને અનાદિનું લક્ષ પડ્યું છે અને આ ત્રણે એક જ પ્રકારનો વિભાવ ઉત્પન્ન કરવામાં નિમિત્ત થતા હોવાથી ત્રણેને એક ખાતામાં મૂકી દીધા.
કુંકુંદાચાર્યદેવે તો એમ કહીને દ્રવ્યદૃષ્ટિનો વિષયભૂત જે પરમપારિણામિકભાવ છે એની ભાવના ભાવી છે. એમણે તો પોતાની ભાવના માટે ગ્રંથ લખ્યો છે. શુદ્ધાત્માની, ધ્રુવ આત્માની ભાવના ભાવવાની એમની એક રીત હતી. આચાર્ય મહારાજની એ રીત હતી. એ રીતે એમણે પોતાના સ્વરૂપની ભાવના