________________
૧૪૬
રાજહૃદય ભાગ-૧૩ ભાવ છે એ સંયોગ છે. એ અંતર સંયોગનો વિચાર થવાને અર્થે, એ સૂક્ષ્મ વિષય છે. કેમકે સંયોગ છે એટલે ભિન પદાર્થ છે. તો એની ભિન્નતાનો વિચાર થવાને અર્થે, એનું ભેદજ્ઞાન થવાને અર્થે આત્માને બાહ્ય સંયોગનો અપરિચય કર્તવ્ય છે. અપરિચય એટલે અરસપણું કરવું તે. રસ કરીને સંયોગમાં જાય ત્યારે એ ગાઢ પરિચય કરે છે. ગાઢ પરિચય નથી કહેતા ? ભાઈ ! અમારે ફલાણાની સાથે બહુ ઘનિષ્ઠ પરિચય છે. એનો અર્થ શું થાય છે? કે એકબીજા વચ્ચે રાગ પણ ઘણો છે. એકબીજાનો રસ એકબીજાને ઘણો છે. એવો બાહ્ય સંયોગનો રસ ઘટાડવો અને એ ઘટાડવા અર્થે ત્યાગ કરવાની પણ તૈયારી રાખવી. એમાં કાંઈ વાંધો નથી. અને એ રીતે એનો રસ તોડવો અથવા ભિન્નતા કરવી. એ અંતર સંયોગનો વિચાર થવાને અર્થે બાહ્ય સાધન ગણવામાં આવ્યું છે.
એવા “અપરિચયની સપરમાર્થ ઇચ્છા...” કેમકે એવો અપરિચય એટલે શું ? કે એવો ત્યાગ પરમાર્થે ઘણા નથી કરતા. લોકસંજ્ઞાએ પણ કરે છે, ઓઘસંજ્ઞાએ પણ કરે છે. તો એ પારમાર્થિક ઇચ્છાએ ત્યાગ થયેલો નથી. એણે સંયોગ તો ઘટાડ્યો. ચાલો, કુટુંબ છોડી દડ્યો, વેપાર છોડી દ્યો. પણ કેવી રીતે ? કે પારમાર્થિક આત્માનું કલ્યાણ થાય એવા આશયથી, એવા જ્ઞાનથી, એવી સમજણથી જ્ઞાનીઓ એવી ઈચ્છા કરે છે. તો એ યોગ્ય છે. એ પ્રકારે ઇચ્છા કરવી તે યોગ્ય છે, એમ કહેવું છે.
ફરીથી, “અંતરસંયોગનો વિચાર થવાને.” અર્થે. એટલે રાગાદિ વિભાવોની યથાર્થ ભિન્નતા થવાના પ્રયોગને અર્થે બાહ્યસંયોગનો અપરિચય...” એક પ્રયોગ થયો. બાહ્ય સંયોગનો અપરિચય કરવો તે પ્રયોગ થયો. એ કરવા યોગ્ય છે. એમ કરવામાં કાંઈ દોષ નથી. અને એ પ્રકારે બાહ્ય પદાર્થનો અપરિચય એટલે બાહ્ય પદાર્થનો ત્યાગ કરવાને સપરમાર્થ ઇચ્છા એટલે પરમાર્થના આશયથી એવો ત્યાગ કરવાનો વિકલ્પ જ્ઞાનીપુરુષોએ પણ કરેલો છે. મોક્ષમાર્ગની અંદર પ્રતિજ્ઞાપૂર્વક જેનો ત્યાગ કરવામાં આવે છે ત્યાં પ્રતિજ્ઞા સંબંધીનો વિકલ્પ અવશ્ય હોય છે. એટલે એ ઇચ્છા થઈને ? એ ઇચ્છાનો વાંધો નથી. પણ આશય પરમાર્થનો હોવો જોઈએ. પરમાર્થના આશય વગર એ ત્યાગ ત્યાગ નથી અથવા ઓઘસંજ્ઞાએ કે લોકસંજ્ઞાએ કર્યો હોય તો એનું ફળ કાંઈ પારમાર્થિક કલ્યાણ આવવાનું નથી.
મુમુક્ષુ - મૂળ વાત ચુકાઈ ગઈ અને એકલો ત્યાગ રહી ગયો. પૂજ્ય ભાઈશ્રી :- હા. સાપ ગયા ને લીસોટા રહ્યા. ત્યાગ રહી ગયો અને