________________
પત્રાંક-૬૬ ૧
૧૫૩ પરિણામ હોવાથી અથવા એમાં કષાયની તીવ્રતા હોવાથી એને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહ્યો.
મુમુક્ષુ:- કષાય ભલે મંદ દેખાતો હોય.
પૂજ્ય ભાઈશ્રી – મંદ દેખાયો હોય પણ અંદર ઘણો ભર્યો છે. સ્વચ્છેદ ઘણો ભર્યો છે. સત્પરુષ વિદ્યમાન હોય અને એની ઉપેક્ષાવૃત્તિ આવે તો એમાં તીવ્ર કષાય રહેલો છે. મંદ કષાય નથી પણ તીવ્ર કષાય છે. દેખાવ ભલે મંદ કષાયનો લાગે પણ અંદરમાં તીવ્ર કષાય ભરેલો જ છે એમ સમજવું.
મુમુક્ષુ - મિથ્યાત્વ તો તીવ્ર છે જ. પૂજ્ય ભાઈશ્રી :- એમાં મિથ્યાત્વ તો તીવ્ર થઈ જ જાય. મુમુક્ષુ - સાથે સાથે કષાય તીવ્ર થઈ ગયો.
પૂજ્ય ભાઈશ્રી – કષાય પણ તીવ્ર થઈ જાય છે. એટલે અપ્રશસ્ત લીધો છે. એમાં શું છે ? ઊંડાણ શું છે? કે જીવ એવું કયારે કરી બેસે ? વિદ્યમાન જ્ઞાની પુરુષ હોય છતાં પણ શાસ્ત્રની ઓથે જીવ એવું ક્યારે કરે ? કે પોતાની મહત્તાનું કારણ હોય તો જ. મારી મહત્તા ન જળવાય, ન સચવાય અથવા અમહત્તા થાય, અપકીર્તિનો ભય હોય, અપમાનનો ભય હોય, લોકભય હોય. એટલે લોકભયમાં બીજા એમ કહે કે લ્યો ! હજી તો ત્યાં જાય છે... હજી તો ત્યાં જાય છે. હજી તો સોનગઢ' જાય છે, હજી તો ફલાણે ઠેકાણે જાય છે. એમ લોકોની ચર્ચાનો ભય હોય. એવા કાંઈ પણ પ્રકાર હોય ત્યારે અભિમાનને વશ જે શાસ્ત્રની ઓથ લેવામાં આવે છે. એટલા માટે એને અપ્રશસ્ત નામનો શાસ્ત્રીય અભિનિવેશ કહ્યો. કોઈપણ જીવ ક્યારે પણ એવું કરે છે ત્યારે એને એ પ્રકારનો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ ઉત્પન્ન થઈ જાય છે.
બહુ ઊંડે જઈને આ વાત કરી છે. શાસ્ત્ર તો વાંચે છે. તે શાસ્ત્ર વાંચે છે છતાં એને અપ્રશસ્ત કેમ કહો છો ? તો કહે છે. એના અંતરમાં જે અભિમાનની મુખ્યતા છે એને લઈને શાસ્ત્રની ઓથ લઈને સત્સમાગમને ગૌણ કરે છે. અથવા બેયને સરખું માને. હવે આપણે શાસ્ત્ર વાંચીએ અને સત્સમાગમ કરીએ બધી સરખી જ વાત છે ને? ત્યાં પણ એ જ વાત આવવાની છે અને અહીંયાં પણ એ જ વાત છે. ચાલો, આપણે એમનું જ પુસ્તક વાંચીએ, જ્ઞાનીનું જ પુસ્તક વાંચીએ. ત્યાં ક્યાંય આપણે ધોડાધોડ કરવાની જરૂર નથી. આ એમણે જ વાત કરેલી છે ને ? આપણે એ જ વાંચો ને.