________________
પત્રાંક-૬૬૪
૧૬૧
ન
નથી. પણ પોતાને સંબંધ છે એમ સ્પષ્ટ લાગે છે. સામાન્ય મુમુક્ષુને એમ ન કહે કે તું ઘરબાર, બૈરા-છોકરા છોડીને જંગલમાં ચાલ્યો જા. એ તો એને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવામાં પણ પગથિયા મૂકતા હતા. ત્યાગની વાત તો ત્યાર પછીની છે. પણ પોતાને જે મુનિદશાની ભાવના છે એ ભાવના આવી રીતે વ્યક્ત કરે છે કે, તીર્થંકરદેવ એવો ઉપદેશ આપતા હતા. આ તીર્થંકરદેવનો ઉપદેશ છે, જ્ઞાનીઓને પણ આ ઉપદેશ છે કે ગૃહસ્થની પ્રવૃત્તિમાં ભલે તમારો કષાય એટલો તીવ્ર નહિ થાય, રસ છૂટી ગયો છે, ઉદાસીનતા વર્તે છે તેથી અશુભમાં પણ કષાયરસ એટલો તીવ્ર નહિ થાય તોપણ આખરમાં અશુભ છે તે અશુભ છે, એ કાંઈ શુભ નથી.
કષાય તીવ્ર થાય, કષાયરસ મંદ રહે તોપણ ઉપયોગની ચંચળતા છે એનું શું ? જે ઉપયોગની ચંચળતા સ્વરૂપને વિષે સ્થિરત્વ થવામાં બાધક થાય છે તે ઉપયોગની ચંચળતા સંમત કરવા યોગ્ય નથી. પોતાની જે મુનિદશાની ભાવના છે એ આડકતરી રીતે વ્યક્ત કરે છે. એવું દોઢ લીટીના પત્રમાંથી સમજી શકાય છે.
પત્રક-૬૬૪
મુંબઈ, પોષ વદ ૨, ૧૯૫૨ સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે.
મોટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તો ગૃહવાસને વિષે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર, ઋષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્યું છે.
ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી, તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગવ્યવહારની ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી છે; કેમકે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે, તેથી અને લોકને ઉપકારભૂત છે તેથી, ત્યાગ અકર્તવ્યલક્ષે કર્તવ્ય છે, એમાં સંદેહ નથી.
સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને પરમાર્થસંયમ’ કહ્યો છે. તે સંયમને