________________
પત્રાંક-૬૬૪
૧૬૩
તેથી કોઈ સંબંધ નહિ હોવાથી ભય પામવાનું કારણ નથી, દુ:ખ પામવાનું કોઈ કારણ નથી. ભય તો ત્યાં છે કે જ્યાં મમત્વ છે ત્યાં ભય છે. જેને મમત્વ નથી એને ભય પણ નથી. એટલે એ વૈરાગ્ય જ અભય છે.
વૈરાગ્ય એટલે અહીંયાં જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય લેવો. જેને સ્વ-૫૨ ભિન્નતાનું જ્ઞાન છે અને ભિન્નપણું હોવાને લીધે અને ઉદયમાન પરિસ્થિતિનો આત્મા માત્ર શાયક હોવાને લીધે, માત્ર જાણનાર હોવાને લીધે, એવો જે અસંબંધભાવ, એને લઈને ઉત્પન્ન થયેલો જે વૈરાગ્ય. એ વૈરાગ્ય નિર્ભયતાને ઉત્પન્ન કરે છે. એવા વૈરાગ્યવાનને કોઈ ભય નથી.
મુમુક્ષુ :– એક લીટીમાં તો આખો સિદ્ધાંત મૂકી દીધો.
-
પૂજ્ય ભાઈશ્રી :– છે જ. એ તો એક એક લીટીમાં તત્ત્વ ભરેલું છે. એકે એક લીટીમાં. ‘ગુરુદેવ’ કહેતા હતા કે, છેલ્લા સો-બસ્સો વર્ષમાં આવો કોઈ પુરુષ નથી થયો. એમ કહેતા હતા. કેમકે એમનું જે નિર્દોષ થવાનું વલણ છે એ આજે સો વર્ષ પછી પણ કોઈ વાંચે તો એના આત્મા ઉપર એ અસર ઉપજાવે છે. વાંચનારના આત્મા ઉ૫૨ અસર ઉપજાવે છે. આજે એ પ્રકારનો એક વાણીનો અતિશય જેને કહી શકાય એ વાણીનો અતિશય આજે આ ગ્રંથમાં મોજૂદ છે. એ ચાલ્યા ગયા છે અને એમની વાણીએ હજારો મનુષ્ય આત્માઓને આકર્ષિત કર્યાં છે. એમના અનુયાયીઓ તો ભગવાનવત્ એમના પ્રત્યે બહુમાન ધરાવે છે. જોકે જ્ઞાનીઓ પ્રત્યે એ પ્રકારનો ભાવ ઊચિત જ છે.
મોટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તો ગૃહવાસને વિષે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર, ઋષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્યું છે.’ શૈલી જોઈ ! ત્યાગનો મહિમા ઓઘસંજ્ઞાએ પણ આજે સમાજની અંદર ઘણો છે. ત્યાગી જોવે, જ્ઞાન વગરના ત્યાગી જોવે તોપણ લોકો આજે એ ત્યાગનો મહિમા કરીને આકર્ષાય છે, તો જેઓએ શાને કરીને ત્યાગને ગ્રહણ કર્યો છે એની તો મહિમા હોય એમાં કાંઈ કહેવાની જરૂર રહેતી નથી. એવો ત્યાગ તીર્થંકરદેવોએ, ઋષભાદિ પુરુષોથી માંડીને મહાવીરભગવંત પર્યંતના મહાપુરુષોએ એવો ત્યાગ અંગીકાર કરેલો અને એવા ત્યાગનો અતિશય અતિશય મહિમા એમના કાળમાં થયેલો. એ સાપ ગયા પણ લીસોટા તો રહી ગયા. એટલે આજે ત્યાગને પણ લોકો માને છે કે જુઓ ! આપણે ત્યાગ નથી કર્યો પણ એણે ત્યાગ તો કર્યો છે. એમ કરીને માને છે.