________________
પત્રાંક-૬૬૪
૧૬૫ હોય છે. રાજપાટમાં એમનો જન્મ થયેલો હોય છે, રાજકુંવર તરીકે તો જમ્યા હોય છે. ઘણો વૈભવ, ઘણી સાહેબી હોય છે. છતાં પણ અંતરંગમાં જાણે છે કે આ આત્માને કાંઈ લેવા-દેવા નથી. એક પરમાણને સ્પર્શી શકે, ભોગવી શકે એ વસ્તુના સ્વરૂપની બહારની વાત છે. તેથી એમાં મને કાંઈ રસ આવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તોપણ જે કાંઈ ચારિત્રમોહને લઈને પરપદાર્થના ગ્રહણાદિના પ્રકારમાં વર્તવું પડે છે એ પોતાના પરિણમનને અનુકૂળ નથી. એટલું પણ એ પરિણમનને પ્રતિકૂળ છે એમ જાણે છે, બાધક છે એમ જાણે છે. બાધકદશાને સાધકપણું માનતા નથી. બાધકપણાના અંશમાં, કોઈ એક અંશમાં અલ્પમાં અલ્પ અંશમાં પણ સાધકપણું તેઓ માનતા નથી. એવું જેનું ચોખ્ખું નિર્મળ શ્રુતજ્ઞાન વર્તે છે. શ્રુતજ્ઞાન છે ને ? નિર્મળ અને ચોખ્ખું શ્રુતજ્ઞાન છે. એક કણને, દોષના એક કણને ગુણમાં ખતવે નહિ, ગુણના એક કણને દોષમાં ખતવે નહિ.
મુમુક્ષુ - ત્યાગ માટેની આટલી ઊંચી અનુમોદના તો... પૂજ્ય ભાઈશ્રી – ખરી વાત છે. શાસ્ત્રમાં કોઈ શૈલી જોવામાં નથી આવતી. મુમુક્ષુ - મુનિ જેવી દશા વર્તે છે છતાં ત્યાગ કરે છે.
પૂજ્ય ભાઈશ્રી:- હા. હમણા બહાર ગયા હતા ત્યાં એ થોડી ચર્ચાઓ ચાલી. કે વર્તમાન જે મુનિઓના, આચાર્યોના, ભાવલિંગીના સંતોના જે શાસ્ત્રો ઉપલબ્ધ છે, એમાં ન્યાયો નથી એવા કેટલાક ન્યાયો જ્ઞાનીઓના વચનોમાં મળે છે. આ એક વિશિષ્ટતા છે ! શાસ્ત્રમાં ગોતવા જાવ તો ન મળે. ગુરુદેવના વચનોમાં મળે છે, શ્રીમદ્જીના વચનોમાં મળે છે, “સોગાનીજી'ના વચનોમાં મળે છે. જો કે એક ન્યાય તો “ગુરુદેવે’ સ્પષ્ટ કર્યો છે કે, “બાર અંગધારી જે ન્યાય કાઢે તે ન્યાય સમ્યગ્દષ્ટિ કાઢે છે.” મુનિઓ અને આચાર્યો નહોતા જાણતા એ પ્રશ્ન અહીંયાં નથી. એ તો વિચારવા જેવી પણ વાત નથી. કેમકે બે વચ્ચે ઘણો ફેર છે. અને મુનિદશાને તો એ જ્ઞાનીઓ પોતે ભાવનામાં ભાવે છે કે એવો અપૂર્વ અવસર મને ક્યારે આવે? અને એ તો એના દાસાનુદાસપણે પોતાને જાહેર કરે છે. એ વાત બીજી છે અને આ પડખું એક બીજું છે.
કેમકે આ એક ક્ષયોપશમભાવ અને ઉદયભાવ છે. ઉદયભાવે ક્ષયોપશમ છે. ન્યાય કાઢવો, જે તે વિષય સમક્ષ આવે, શાસ્ત્રમાં કે વિચારતાં જે વિષય, મનનમાં જે કાંઈ વિષય સામે આવે એ વિષયનો ન્યાય કાઢવો એ જ્ઞાનના ક્ષયોપશમ અને ઉદય સાથે મિશ્રપણે સંબંધ ધરાવે છે. ત્યારે કોઈને કેવો પ્રકાર ક્યારે હોય છે,