________________
૧૬૬
રાજહૃદય ભાગ-૧૩ કોઈને કેવો પ્રકાર હોય છે, કોઈને કેવો પ્રકાર હોય છે. અધ્યાત્મ પરિણતિ તો મુનિરાજની છઠા-સાતમા ગુણસ્થાને જ ઉચ્ચ કોટીની છે એ તો સમજાવવાની કે કહેવાની જરૂ૨ નથી. પણ મુમુક્ષુઓને જે ન્યાયો આત્મહિતમાં નિમિત્તભૂત થાય, કારણભૂત થાય એવી ઘણી વાતો જે-તે સ્થાનેથી ગ્રંથમાંથી ન નીકળે, શાસ્ત્રમાંથી ન નીકળે અને એ જ સ્થાનેથી (જ્ઞાનીપુરુષો કાઢે).
જેનો આશ્રય એ મુનિરાજ કરે છે એનો જ આશ્રય સ્વરૂપસન્મુખ થઈને, અંતર્મુખ થઈને એ ધર્માત્માઓ પણ કરે છે અને એમાંથી, આત્મામાંથી બધું નીકળે છે. જે કાંઈ નીકળે છે તે મુનિરાજોના પણ આત્મામાંથી નીકળે છે અને તે ધર્માત્માઓના, સમ્યગ્દષ્ટિઓના પણ આત્મામાંથી નીકળે છે. અને એ આત્મા બન્નેનો એકસરખો છે, વિષય એકસરખો છે. આત્માનો વિષય તો બંનેને એકસરખો છે. એમાં અનંત અનંત જ્ઞાન ભંડાર ભરેલો છે અને એ ભંડારમાંથી ક્યારેક કો'ક કંઈક Item કાઢે છે તો કો'ક કંઈક Item કાઢે છે. વિધવિધ પ્રકારના ન્યાયોના અલંકારો ભરેલા છે, આભૂષણો ભરેલા છે. કોઈક આભૂષણ ક્યારેક કોઈ કાઢે છે, કોઈક આભૂષણ ક્યારેક કોઈ કાઢે છે. એવું થાય છે.
એ વાત ‘ગુરુદેવ’ પણ કરતા હતા. ‘સમયસાર'ની ૭મી ગાથા અને ‘સમયસા૨’ની ૧૧મી ગાથાનો જે ભાવાર્થ પંડિત જયચંદ્રજી’એ લખ્યો છે એમાં વિશિષ્ટ ન્યાયો કાઢ્યા છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્યે’ જે ન્યાયો કાઢ્યા છે એથી બીજા ન્યાય, વધારાના પણ ન્યાયો એમણે કાઢ્યા છે કે જે ટીકામાં નથી એ ન્યાય કાઢ્યા છે. અને બહુ સુંદર ન્યાયો કાઢ્યા છે. ગુરુદેવ’ ખૂબ પ્રસન્ન થતા હતા. એવી જ વાત એક જગ્યાએ એમણે નિર્જરા અધિકાર'માં કરી છે. એ ગાથા મને યાદ નથી.
મુમુક્ષુ – પૂજ્ય ભાઈશ્રી :છે ને. સ્પષ્ટ છે. ૭ અને ૧૧ ગાથામાં તો સ્પષ્ટ જ છે. બે નમુના તો મને યાદ છે. એક તો મેં વાંચેલો છે એ નિર્જરા અધિકા૨’માં છે. એ ચારેક જોઈ લઈશું. ૧૧(મી) ગાથામાં વ્યવહારનય અભૂતાર્થ દર્શિત શુદ્ધનય ભૂતાર્થ છે. એ વાત છે ને ? એમણે ન્યાય કાઢ્યો છે કે, પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ ૫રસ્પર કરે છે.' એકબીજાને કહે છે, જુઓ ! આમ ન હોય આમ હોય, આમ ન હોય અને આમ હોય. વ્યવહારની વાતોમાં.