________________
૧૬૪
રાજહૃદય ભાગ-૧૩ એ પોતે કઈ શૈલીથી (વાત) લીધી છે ! કે, “મોટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તો.” “મહાવીર ભગવાનને, “ઋષભદેવ’ ભગવાનને ગૃહસ્થવાસને વિષે વર્તતી હતી. મોટા મુનિઓ એટલે ભાવલિંગીની વાત નથી કરવી. અત્યારે સંપ્રદાયમાં જેની આબરૂ બહુ મોટી છે, મોટા મોટા મુનિઓ કહેવાય છે એવા મુનિઓને, પણ એવો વૈરાગ્ય નથી દેખવામાં આવતો કે જેવો
ઋષભદેવ ભગવાનને અને “મહાવીર ભગવાનને ગૃહસ્થદશામાં હતો. એવો વૈરાગ્ય નથી જોવામાં આવતો. ભલે ત્યાગી છે પણ અંતરંગ વૈરાગ્ય જોવામાં આવતો નથી. એવા તો એ ગૃહસ્થદશામાં વૈરાગી હતા. અને એવો વૈરાગ્ય એમને વર્તતો હતો છતાં એમને વૈરાગ્ય છે એટલે વાંધો નહિ. અમને ઘણો વૈરાગ્ય વર્તે છે, તદ્દન ઉદાસીનતા વર્તે છે, કેવળ ઉદાસીનતા વર્તે છે માટે અમને વાંધો નહિ, એ પ્રકારે તેઓએ ગૃહસ્થદશાને પસંદ નહોતી કરી. જ્ઞાનદશા હતી. ત્રણ જ્ઞાન તો તે જન્મથી માતાના ઉદરમાં લઈને આવેલા હતા. જ્ઞાનદશા સમ્યફ શ્રુતજ્ઞાન, સમ્યક મતિજ્ઞાન અને સમ્યકુ અવધિજ્ઞાન. ત્રણ સમ્યકુશાન, ત્રણેને સમ્યકુપણે લાગુ પડે છે, એ સહિત હતા અને વિશેષ વિશેષ વૈરાગ્યભાવે પરિણમતા હતા. તોપણ એ વૈરાગ્ય હોવા છતાં ગ્રહણ કરતા ત્યાગ ઉચિત છે. શું ઊંડાણ પકડવું છે?
ભલે પરિણામમાં વૈરાગ્ય હોય માટે અન્ય પદાર્થનું ગ્રહણ કરવું, ભોગોપભોગનું ગ્રહણ કરવું એમાં વાંધો નથી. કેમકે વૈરાગ્ય અમને વર્તે છે, અમને જ્ઞાનદશા વર્તે છે. અરે...! અમે ક્ષાયિકસમકિત લઈને આવ્યા છીએ. કંઈ જેવા તેવા નથી. અમે તો ચરમશરીરી છીએ. આ ભવે તીર્થંકર થઈને જગતગુરુપણે ઉપદેશ દેવાના છીએ. બધી ખબર છે. ખબર નથી એવું નથી. અવધિજ્ઞાન તો વર્તે છે. છતાં પણ એવો અભિપ્રાય જ્ઞાનદશામાં કોઈ જ્ઞાનીનો હોતો નથી, કોઈ તીર્થંકરદેવનો પણ હોતો નથી. વૈરાગ્ય જ ઉચિત છે અને વૈરાગ્યને ત્યાગ સાથે સુસંગતતા છે, વૈરાગ્યને વૈભવ સાથે સુસંગતતા નથી. આ તો ન્યાયનો વિષય છે ને ? વૈરાગ્યને ત્યાગ સાથે સુસંગતતા છે, વૈરાગ્યને વૈભવ સાથે, સંસારના શૃંગારો સાથે એને કોઈ સુસંગતતા નથી.
મુમુક્ષુ - પોતાને તીર્થંકરપણાનું જ્ઞાન વર્તે છે એ પોતાના પરિણામ ઉપરથી જ ખ્યાલ કરે ?
પૂજ્ય ભાઈશ્રી – બરાબર છે. પોતાને જાગૃતિ છે. અસાધારણ આત્મજાગૃતિ છે. જે પુણ્યનો ઉદય છે. તીર્થકરો તો પુણ્યશાળી હોય છે, મોટા મોટા રાજાઓ