________________
૧૫૪
રાજહૃદય ભાગ-૧૩
મુમુક્ષુ :– આવવા-જવાની બે કલાક ખરાબ થાય.
પૂજ્ય ભાઈશ્રી :– હા. તો એ બધો પ્રકાર અપ્રશસ્ત છે. પ્રત્યક્ષ યોગનો લાભ શું છે એ વાત એને સમજાણી નથી. એવું જેનું જ્ઞાન સ્થૂળ છે એને તત્ત્વજ્ઞાનની સૂક્ષ્મતા હોઈ શકે એ વાત વિચાર કરવા જેવી પણ રહેતી નથી. એ વાત વિચારવાને યોગ્ય જ નથી એવો પ્રકાર છે.
મુમુક્ષુ :- Tape recorder પણ આવી જાય ને ?
પૂજ્ય ભાઈશ્રી :– હા Tape recorder પણ આવી જાય અને શાસ્ત્ર પણ આવી જાય. બેય આવી જાય. અત્યારે એક સાધન વધ્યું છે. આપણે વાંચતું નથી. ચાલો, આપણે એમનું પ્રવચન સાંભળો. ત્યાં સાંભળવા નથી જવું. ઘરે એમની જ આપણે ટેપ મૂકી યો ને. એ પણ ભૂલેલા છે. એને પ્રત્યક્ષ યોગની ખબર નથી. પ્રત્યક્ષની અસર શું આવે ? અને પરોક્ષની અસર શું આવે ? એ વિષયથી તે અજ્ઞાત છે, અજાણ છે અને કાંઈક પોતાની મહત્તા અર્થે આ ગમે તે બહાનું પકડે છે. તે અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. એને સમાન પણ ન ગણવું, એનાથી વિશેષ ન ગણવું. અને વિશેષ ગણવા માટે કોઈ શાસ્ત્રવચન પાછા પકડે. જુઓ ! શાસ્ત્ર તો નિત્યબોધક છે. જ્ઞાની તો તત્કાળબોધક છે. એ તો એટલા પૂરતો જ લાભ મળે. આ તો જ્યારે જોઈએ ત્યારે ચોવીસે કલાક આપણી પાસે (હોય). માટે જ્ઞાની કરતાં શાસ્ત્ર વધારે લાભનું નિમિત્ત છે.
મુમુક્ષુ :– એકવચનને બહુવચન કરે છે.
=
-
પૂજ્ય ભાઈશ્રી :– એકવચનને બહુવચન કરી દે. એટલે જ્યાં જેટલું વજન મૂકવું જોઈએ તેનાથી વધારે વજન મૂકવું એને બહુવચન કર્યું કહેવાય. બહુ એટલે બહુ ભાર આપ્યો. એવી રીતે એકવચનને બહુવચન જેવું જણાવે છે. અને કલ્યાણમાં મુખ્ય સાધન તો સત્યમાગમ છે. તેના સમાન શાસ્ત્રને ગણે છે. અથવા એમ કહે, ભાઈ ! જ્ઞાની તો ચોથા ગુણસ્થાને હોય અને શાસ્ત્ર તો છઠા-સાતમા ગુણસ્થાનવર્તી આચાર્યોનું છે. માટે શાસ્ત્રોને વધારે ભાર દેવો જોઈએ ને ? શાસ્ત્ર ઉપર વધારે વજન હોવું જોઈએ ને ? એ બધા તારા બહાના છે. એમણે તો પેટ પકડ્યું છે. તારા પેટમાં શું છે એ અમને ખબર છે. પેટમાં વાત કાંઈક બીજી છે અને બહા૨માં કોઈ વાત બીજી છે. બહારમાં શાસ્ત્ર વેંચાય છે અને અંદરમાં કોઈ વાત બીજી પડેલી છે.
મુમુક્ષુ – માન કષાય ?