________________
૧૫૦
રાજહૃદય ભાગ-૧૩ કરતા કરતા થાશે... આમ કરતા કરતા થાશે... આમ કરતા કરતા થાશે. શાસ્ત્ર વાંચતા-વાંચતા થાશે. આપણે લ્યોને. આપણો વિચાર કરીએ. બીજી ક્રિયાને ન લઈએ. આ પણ એક બાહ્ય ક્રિયા છે ને ? શાસ્ત્ર વાંચતા-વાંચતા, શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા કરતા આત્માનું કલ્યાણ થઈ જશે. માટે આપણે રોજ શાસ્ત્ર સ્વાધ્યાય તો કરવો. એમ શાસ્ત્ર સ્વાધ્યાય ક૨વામાં એને માન્યતા કરી લીધેલી છે. પણ પોતે કેવી રીતે આત્મહિત કરે છે કે નથી કરતો એ સંબંધીની એની દરકાર નથી. જેમ બીજા બીજી ક્રિયા કરે છે એમ આ આ ક્રિયા કરી લે છે. એમાં કાંઈ ફેર નથી. બાહ્યક્રિયામાં તો બંને એક જ વર્ગના છે. જુદા વર્ગના નથી.
મુમુક્ષુ :- આત્માર્થ કરવા શાસ્ત્ર સાધન કીધું તો સાધન કરીએ છીએ.
પૂજ્ય ભાઈશ્રી :– હા. માટે અમને હવે વાંધો નથી, માટે આત્માર્થ અમારો થાય એમ માની લે છે. પણ એને પૂછે કે ઊભો રહે તું. આટલા બધા વર્ષ તેં શેમાં કાઢ્યા ? ઓઘસંજ્ઞાએ કાઢ્યા કે બીજા કોઈ કારણથી કાઢ્યા ? જ્યારે સાચા દેવગુરુ-શાસ્ત્ર નિમિત્તમાં છે અને સત્પુરુષ પણ મળ્યા. નહિતર તો એ દુર્લભ ચીજ છે અને હવે તો એની દુર્લભતા અસાધારણ થઈ જશે. પણ છતાં એવો જબરદસ્ત પુણ્યયોગ આવ્યો કે તીર્થંકર જેવા મળ્યા. છતાં આટલા વર્ષ શું કરવા કાઢ્યા ? ઓઘસંજ્ઞા વગર કાઢ્યા છે ? ઓઘસંજ્ઞાની નિવૃત્તિ થઈ હોય તો આ રીતે પરિસ્થિતિ આવી રીતે સમય જાય નહિ. માટે ઓઘસંજ્ઞામાં જીવ રહ્યો છે એ વાત નક્કી છે અને એ ઓઘસંજ્ઞામાં છે એ આત્માર્થે રહ્યો છે એ વાત રહેતી નથી.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :– પણ તરસ લાગી હોય તો એ પાણી ગોત્યા વગર કેવી રીતે રહી શકે ? બીજા કામે ચડી જાય ? ન ચડી જાય. એટલે કેટલી પ્રાપ્તિની તાલાવેલી છે, લગની છે એના ઉ૫૨ બધો આધાર છે. પૂજ્ય બહેનશ્રીના વચનામૃત' લ્યો તો એ વિષય ઉપર ઘણું એમનું વજન છે કે અંતરથી લગની લાગી છે તને ? અંતરથી લગની લાગવી જોઈએ.
...
મુમુક્ષુ :- અહીંયાં Day to day balance sheet છે. પૂજ્ય ભાઈશ્રી
:- હા. Day to day balance sheet શું ? એ તો પર્યાય પર્યાયે જાગૃતિ આવવી જોઈએ.
મુમુક્ષુ :– નુકસાનીની Day to day balance sheet છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– અત્યાર સુધી બધો ધંધો નુકસાનીનો જ કર્યો છે પછી એમ