________________
પત્રાંક-૬૫૮
૧૩૯
જ હોય કે કોણ કોનાથી સારો દેખાય ? આ બધા ભેગા થયા એમાં મારી છાપ સૌથી વધારે સારી દેખાય, મારું સ્થાન સૌથી આગળ દેખાય. ત્યાં તો એ જ પ્રકા૨નું વાતાવ૨ણ, અંતર-બાહ્ય એવું જ વાતાવરણ હોય છે. એક ખાલી એને બેસવું હોય તો એવી રીતે બેસે. પછી ત્યાં એને સીટ લેવાની હોય તો એવી રીતે સીટ લે કે જાણે કાંઈક પોતે ગુરુદેવ”ની ભાષામાં કહીએ તો ઠુંઠ થઈને બેસે. કાઠિયાવાડી ભાષા છે. ઠુંઠ થઈને બેસે. કહે છે કે લૌકિકમાં તો જીવે એ બધું ઝેર ખાધું જ છે. અનંત કાળથી એવા ઝેર પીધા છે અને પીતા પીતા અહીં સુધી આવ્યો છે. હવે એમ કહે છે કે એ લૌકિક અભિનિવેશ અહીંયાં ધર્મના ક્ષેત્રમાં આવીને તો છોડ. નહિતર ધર્મની પ્રાપ્તિ એવી કોઈ સુલભ નથી કે એવી રીતે લૌકિક અભિનિવેશ રાખતા પણ જીવને આત્મકલ્યાણ થઈ શકે એ બનવા યોગ્ય નથી.
મુમુક્ષુ :
=
-
પૂજ્ય ભાઈશ્રી :– હા. ધાર્મિકવાળો તો વધારે અપરાધી છે. લૌકિકવાળો તો અપરાધી છે, ધાર્મિકવાળો તો વધારે અપરાધી છે. ઓલાને તો કોઈ સાનભાન રહ્યું નથી. એટલે સાનભાન નથી ને એની તો દુર્ગતિ નક્કી જ છે. એની તો કોઈ સારી ગતિનો વિચાર પણ કરી શકાય એવું નથી. પણ આ ક્ષેત્રમાં આવીને કાં (આ પ્રવૃત્તિ) ? જ્યાં એ છોડવાનું છે ત્યાં એ કાં તું વધારે તીવ્ર ક૨ ? એમ કહે છે. એ તો કરવા જેવું છે નહિ.
‘લલ્લુજી’ને આ વાત લખી છે. ત્યાગી છે, દીક્ષાધારી છે, પાત્રતામાં આવેલા જીવ છે. આ કાળે તો એ પાત્રતામાં આવેલા જીવ છે. સાધુ હોવા છતાં ગૃહસ્થી સત્પુરુષનો સમાગમ કરે છે, એમની વંદના કરે છે અને બહુ નમ્રતાથી પરિચય કરે છે. તોપણ એક લાલબત્તી મૂકી કે લૌકિક અભિનિવેશમાં તો વર્તતા નથી ને ? ધ્યાન રાખજો. કહેવાનું કારણ એ છે. પત્રની અંદર એ વાતનો ઉલ્લેખ કરવાનું એ કારણ છે કે કાંઈ લૌકિક અભિનિવેશમાં નથી વર્તતા ને ? દાનવાળા નહિ, પ્રવચન ક૨ના૨ને એ પણ વધારે લાગુ પડે છે. જે વક્તા હોય, લેખક હોય એને પણ સમાજની અંદર એની પ્રસિદ્ધિ થવાની. લેખક તરીકે એનું નામ આવે. વક્તાની અંદ૨ અનેક માણસો સાંભળવા બેસે. તો એને પણ લૌકિક અભિનિવેશ છે એ એકદમ જાગૃતિ રાખવાનો મુદ્દો છે. બહુ જાગૃતિ રાખવાનો મુદ્દો આ છે કે કોઈપણ જાહેર પ્રવૃત્તિની અંદર જાહેર રીતે આવવાનું થાય ત્યાં, પછી કોઈપણ હોય, ત્યાં લૌકિક અભિનિવેશ આડો આવીને ઊભો રહે તો મિથ્યાત્વ દૃઢ થાય, સમ્યક્ત્વની