________________
૧૪ર
ચજહૃદય ભાગ-૧૩
ઘટે છે તેમ તેમ જીવ મોક્ષમાર્ગની સમીપ આવતો જાય છે.
એમ વારંવાર જ્ઞાની પુરુષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્ય છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે તે વાત વિચારવા યોગ્ય છે? શું કહે છે? કે આ અભિનિવેશના સંબંધમાં શાસ્ત્ર દ્વારા પણ જ્ઞાનીપુરુષોએ વારંવાર ઉપદેશ્ય છે. અનેક શાસ્ત્રમાં એનો ઉપદેશ છે. છતાં એ વાતને જીવ કેમ ગૌણ કરી જાય છે ? ગૌણ કરવું અને ઉપેક્ષા કરવી એનો એકાર્ય છે. મુખ્ય-ગૌણનો વિષય આપણે ચર્ચાય છે. એમાં ગૌણ કરવું એમ કહો, દુર્લક્ષ કરવું એમ કહો, ઉપેક્ષા કરવી એમ કહો, એનાથી ઉદાસીન થવું એમ કહો. એમ શા માટે જીવ એને ગૌણ કરી જાય છે? શા માટે આ ઉપદેશની ઉપેક્ષા કરે છે ? આ વાત આત્માર્થી જીવે વારંવાર વિચારવા યોગ્ય છે, ફરી ફરીને વિચારવાયોગ્ય છે કે જેથી પોતાને કોઈપણ પ્રકારના અભિનિવેશમાં આવવાનું ન થાય.
અભિનિવેશથી થતું નુકસાન બંધ થાય તો સમ્યકત્વ સમીપ જવાનો પુરુષાર્થ કાંઈક જાગૃત થાય. પણ જો જીવને લોકમાં, સમાજમાં કાંઈપણ સ્થાન રાખવું છે, કાંઈપણ સ્થાન મેળવવું છે અથવા મળેલું જાળવવું છે કે એમાં વર્ધમાનપણું કરવું છે એ બધા લૌકિક અભિનિવેશના પ્રકારો છે. થોડું ચાલી ગયું હતું. ફરીને એ લીધું. એ ૬૫૮ થયો. ૬૫૯ (પત્ર).
મુમુક્ષુ :- અહીંયાં મિથ્યાત્વનો નાશ કરવા તો આવ્યા પછી પાછું આ ક્યાંથી ગરી ગયું?
પૂજ્ય ભાઈશ્રી:- એટલે એ મિથ્યાત્વ એક એવો પ્રકાર છે કે જીવને ક્યાં ક્યાં કેવી રીતે મિથ્યાત્વ થાય છે એ ખબર નથી પડતી. જેમ કે કોઈ માણસ દાન આપે છે. તો સામાન્ય રીતે જે માણસ દાન કરે છે એ તો ત્યાગ કરે છે. આ તો એક સામાન્ય વાત છે. પણ મેં મારા પૈસા આપ્યા, મારી મૂડીમાંથી મેં આટલા ઓછા કરીને આપ્યા. એમ પૈસામાં મારાપણું રાખીને દાન કરે છે તો મિથ્યાત્વ ઘાટું કરે છે. કરે છે શુભભાવ. પણ મિથ્યાત્વને દઢ કરે છે. એવી જ રીતે કોઈ ઉપવાસાદિ, વ્રત, નિયમાદિ, દેહનો સંયમ આદિ બાહ્ય સંયમને પાળે છે. તો શરીરની ક્રિયા, સંયમની ક્રિયા મેં કરી એવું મિથ્યાત્વ પોષતો-પોષતો પ્રતાદિ પાળે છે. થાય છે શુભભાવ, પણ મિથ્યાત્વ સાથે રાખીને. એ પ્રકારે જે જીવ કયાંય પણ પ્રવર્તે છે એમાં ચારિત્રમોહ મંદ થતો હોવા છતાં દર્શનમોહ તીવ્ર થઈ જાય છે. આટલું મોટું નુકસાન થાય છે.