________________
પત્રાંક-૬૫૮
તા. ૨૨-૩-૧૯૯૧, પત્રાંક – ૬૫૮ થી ૬૬૨ પ્રવચન નં. ૨૯૬
૧૪૧
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પત્ર ૬૫૮ ચાલે છે. પાનું-૪૮૯. મિથ્યાત્વનો ત્યાગ અથવા મિથ્યાત્વનો નાશ નહિ થવાના કારણોની ચર્ચા છે. જીવ જૈન સંપ્રદાયમાં હોય અને સંપ્રદાયમાં વિહિત કરેલી ક્રિયાઓ કરતો હોય છતાં એને મિથ્યાત્વનો નાશ કેમ થતો નથી ? એનું કા૨ણ અભિનિવેશ છે.
અભિનિવેશ એટલે મિથ્યા અભિપ્રાય. મિથ્યા અભિપ્રાય રાખે અને મિથ્યાત્વનો નાશ થાય એ તો નહિ બની શકવા યોગ્ય છે. એમાં આ પત્રમાં બે પ્રકાર લીધા છે. લૌકિક અભિનિવેશ અને શાસ્ત્રીય અભિનિવેશ. શાસ્ત્ર સંબંધી અહંભાવ થાય, ક્ષયોપશમનું અહંપણું થઈ જાય એને શાસ્ત્રીય અભિનિવેશ કહે છે. અથવા આત્માર્થના આશય વિના કોઈપણ આશયથી શાસ્ત્રનું અધ્યયન થાય તો તે શાસ્ત્રીય અભિનિવેશ છે. એક આત્માર્થે જ જો શાસ્ત્રનું અવગાહન થાય તો શાસ્ત્રીય અભિનિવેશ થવા યોગ્ય નથી. બાકી શાસ્ત્ર સિવાયની જેટલી ધર્મની બાહ્યક્રિયાઓ (છે) એ ક્રિયાઓમાં અહંપણું થવું અથવા લોકની અંદર, સમાજની અંદ૨, મંડળની અંદર, સંપ્રદાયની અંદર પોતાની ગણના કાંઈક કોઈપણ પ્રકારે લક્ષમાં રહેવી, પોતાના લક્ષમાં રહેવી કે મારી આવી કોઈ ગણના થઈ રહી છે. તો તે લૌકિક અભિનિવેશ છે.
ક્રમે કરીને સત્સમાગમયોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો ‘મિથ્યાત્વ’નો ત્યાગ થાય છે,...' આ અભિનિવેશ છૂટવાનું સાધન સત્સંગ છે, એમ કહે છે. સત્પુરુષના યોગે એ અભિનવેશ ન થાય અથવા છૂટવા યોગ્ય છે. અથવા આત્માર્થીઓના સત્સમાગમમાં પણ એ વિષયની ચર્ચા થતાં દરેક જીવ પોતે પોતાના માટે સાવધાની રાખે કે આ પ્રકારનો અભિનિવેશ જો થશે તો મિથ્યાત્વ છૂટી નહિ શકે, મિથ્યાત્વનો અભાવ નહિ થઈ શકે. ક્રમે કરીને સત્સમાગમયોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો મિથ્યાત્વ'નો ત્યાગ થાય છે,... અથવા મિથ્યાત્વનો નાશ ક્રમશઃ થાય છે. ક્રમશઃ એટલે જેમ જેમ દર્શનમોહનો અનુભાગ