________________
૧૩૬
રાજહૃદય ભાગ-૧૩
કેમકે એવી લોકસંજ્ઞામાં આવેલો જીવ, લૌકિક અભિનિવશમાં ઊભેલા જીવને સમ્યક્ત્વ બહુ દૂર થઈ જાય છે. કેમકે મિથ્યાત્વ ઘણું દૃઢ થાય છે, દર્શનમોહ તીવ્ર થાય છે એ જીવ સમ્યક્ત્વથી દૂર થઈ જાય છે. એટલા માટે એનો જોરથી એમણે નિષેધ કર્યો છે. એટલે આ એક મુદ્દા ઉપર કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિ કરતાં આ મુદ્દા ઉપર પોતે વિશેષ ધ્યાન દેવા જેવું છે. છેવટે એવું પણ જીવ બહાનું પકડે છે કે ભાઈ ! આપણે આપણું નામ બહાર પાડ્યું હોય તો બીજાને પણ પ્રેરણા મળે ને ! પણ એ તો સાધર્મીજીવો માટે લાગુ પડે છે. કોઈ ધર્માત્મા દાન દે છે. લૌકિક અભિનિવેશ વગર એમની એ દાનની પ્રવૃત્તિ હોય છે. એવી આદર્શ પ્રવૃત્તિ જોઈને બીજાને પણ એ જ પ્રકારે પ્રવૃત્તિ કરવાનું મન થાય એની વાત છે. પણ ગમે તેના નામથી બીજાને પણ એમ થાય છે એવું કાંઈ નથી. એવી રીતે બધાને કોઈ બધા અનુસરતા નથી. અથવા ગમે તેવા માણસને બધા અનુસરતા નથી. પણ જે ખરેખર દશાથી મહાન છે અથવા ગુણથી મહાન છે, ગુણ પ્રગટવાથી જે મહાન છે એને લોકો અનુસરે છે. ગુણવાનને અનુસરે છે. તો એનું નામ જોઈને એનું નામ બહાર પાડવામાં આવે છે કે ભાઈ ! આ જુઓ એમણે પણ આ જગ્યાએ પ્રારંભ કર્યો છે, એમની વૃત્તિ પણ આ જગ્યાએ દાન દેવાની થઈ છે. આપણે પણ એમને અનુસરો. એમ કરીને કોઈ ધર્માત્માની રકમ નાની હોય તોપણ પહેલા લખવામાં આવે છે. કેમકે એ એક માંગળિક થયું ને ? એમનો ભાવ છે એ મંગળભાવ છે. માટે એ રકમ પહેલી લખવામાં આવે છે.
મુમુક્ષુ :– માતાજીની રકમ પહેલી લખાય.
પૂજ્ય ભાઈશ્રી :- આપણે લખતા જ હતા ને. આપણે ફંડ કરતા હતા તેમાં ક્યાંક એમને પોતાને વિકલ્પ આવ્યો હોય કે મારા આટલા લખજો. તો બધા છ આંકડાવાળા પાછળ રહી જાય અને ચાર આંકડાવાળાની પહેલી રકમ લખવામાં આવે. બીજાએ ભલે લાખ લખાવ્યા હોય. એમના ભલે હજાર લખેલા હોય, અગિયારસો લખેલા હોય તોપણ એ પહેલા લખવામાં આવે છે. એનું કારણ શું ? કે બીજાને અનુસરવાનું એ નિમિત્ત બને છે.
મુમુક્ષુ :– પોતાને અંશ પણ ન હોય કે મારું નામ આવે.
પૂજ્ય ભાઈશ્રી :– એમને કાંઈ લેવાદેવા નથી. એ તો એમ સમજે છે કે એ રૂપિયા મારા હતા જ કે દિ’ ? એમના જ્ઞાનમાં તો એમ છે કે એ રૂપિયા કાંઈ મારા તો હતા જ નહિ. જ્યાં પડ્યા હોય ત્યાં એ મારા નહોતા અને જ્યાં હતા અને જેના