________________
૭ર
રાજહૃદય ભાગ-૧૩ કરી શકાય છે. એ વિચારશ્રેણીમાંથી ઉદ્દભવ થયું હોય એવું જણાય છે. એટલે વિચારવાન જીવોની વિચારશ્રેણીમાંથી આ બધી વાતો પ્રસિદ્ધ થઈ હોય, સિદ્ધ થઈ હોય એવું લાગે છે.
હવે આત્મા જે છે એના ઉપર એક ન્યાય આપે છે. મુમુક્ષુજીવ કેવી રીતે વિચારે ? “વર્તમાનમાં જો પોતાનું વિદ્યમાનપણું છે. આત્મા એટલે પોતે. જો અત્યારે પોતે હયાત છે. વર્તમાનમાં પોતાનું વિદ્યમાનપણું એટલે શું ? કે અત્યારે પોતે હયાત છે એ તો પૂછવાની જરૂર નથી. હું અત્યારે હયાત છું, મારી હયાતી છે એના માટે કોઈના Certicate ની જરૂર નથી. વર્તમાનમાં જો પોતાનું વિદ્યમાનપણું છે, તો ભૂતકાળને વિષે પણ તેનું વિદ્યમાનપણું હોવું જોઈએ.” અત્યારે હું છું તો ભૂતકાળમાં પણ હું હતો અથવા હોવો જોઈએ. અત્યારે મારી હયાતી છે તો ભૂતકાળમાં પણ મારી હયાતી હોવી જોઈએ અને ભવિષ્યમાં પણ મારી હયાતી હોવી જોઈએ. જ્યારે પણ હું મારો નાશ ઇચ્છતો નથી.
આ પ્રકારના વિચારનો આશ્રય મુમુક્ષુ જીવને કર્તવ્ય છે. પોતાની હયાતી, પોતાની વિદ્યમાનતા એ સંબંધીનો વિચાર આવે કરવો જોઈએ. વિચાર કરવો જોઈએ નહિ, એનો યથાર્થ વિચાર કરવો જોઈએ. જો પદાર્થ હોય તો એનો સર્વનાશ ન થાય અને પદાર્થ હોય તો શૂન્યમાંથી કાંઈ સર્જન ન થાય. માટે કોઈ પદાર્થની શૂન્યમાંથી કેવળ ઉત્પત્તિ થાય કે કોઈ પદાર્થનો નાશ થઈને કેવળ શૂન્યતા થાય એ વાત સંભવતી નથી. જો હું છું તો મારી હયાતી ભૂતકાળમાં હોવી જોઈએ, મારી હયાતી ભવિષ્યકાળમાં પણ રહેવી જોઈએ.
આ પ્રકારના વિચારનો આશ્રય મુમુક્ષુ જીવને કર્તવ્ય છે.' કર્તવ્ય છે એટલે કરવા યોગ્ય છે. શા માટે કરવા યોગ્ય છે? એને પોતાને સુખી થવું છે માટે કરવા યોગ્ય છે. અત્યારે સુખી થવું છે ને? તો ભવિષ્યમાં દુઃખી થવું છે? ભવિષ્યમાં પણ સુખી જ થવું છે. જો સુખ અને દુઃખ કોઈ સકારણપણે ઉત્પન્ન થતી અવસ્થા છે, તો એનો પહેલાથી વિચાર કરવો યોગ્ય છે. વિચારવાન માણસે એનો વિચાર કરી લેવો જોઈએ. તો એનું વિચારવાનપણું છે. જો જીવ પોતાના ભવિષ્યના સુખનો વિચાર અત્યારે ન કરે તો તે વિચારવાનું નથી. એનું અવિચારીપણું છે એમ કહેવાની જરૂર નથી.
કોઈપણ વસ્તુનું પૂર્વપશ્ચાત્ત હોવાપણું ન હોય, તો મધ્યમાં પણ તેનું હોવાપણું ન હોય...” ભૂતકાળમાં ન હોય, ભવિષ્યમાં ન હોય તો વચ્ચે મધ્યમાં એ