________________
પત્રાંક-૬૪૬
૭૫ નિર્મળતા નથી, ચિત્તશુદ્ધિ નથી. ચિત્તમાં જે મલિનપણું છે, રાગાદિ ભાવો, કષાયનું જે મલિનપણું છે, અપવિત્ર ભાવો, મલિન ભાવો ઘણા પ્રવર્તે છે એને લઈને જ્ઞાન છે એ મેલું થાય છે. એનાથી રંજિત થયેલું. મલિન પરિણામોથી, કષાય પરિણામોથી રંજિત થયેલું જે જ્ઞાન છે એને અશુદ્ધિપણું કહેવામાં આવે છે. મલિનપણું કહો કે અશુદ્ધિપણું કહો. જ્યાં સુધી ચિત્તનું શુદ્ધિપણું નથી હોતું ત્યાં સુધી એને સમજાતું નથી.
જ્ઞાનીના વચનોનો યથાયોગ્ય વિચાર થવો. કેવા શબ્દો વાપર્યા છે ? આત્માને હિત થાય એવા જ્ઞાનીના વચનો છે. અને આત્માનું હિત થાય એ રીતે તેનો વિચાર થવો તે જ્ઞાનીના વચનોનો યથાયોગ્ય વિચાર થવો એમ કહી શકાય. ફરીને. યથાયોગ્ય વિચાર થવો એટલે શું ? કે જે આત્માને હિત કરનારા વચનો છે, તેના દ્વારા આત્માનું હિત થાય એવો વિચાર કરી શકાય, એવી સમજણ કરી શકાય એને જ્ઞાનીના વચનોનો યથાયોગ્ય વિચાર થયો એમ કહી શકાય. એવા શાસ્ત્રો, એવા વચનો, એવા ગ્રંથો ઉપલબ્ધ હોવા છતાં એ ગ્રંથ વાંચતા સૂઝ પડતી નથી કે મારા હિત કેવી રીતે થાય અને એ વિષય સમજાતો નથી. એનું કારણ શું? વિચારની નિર્મળતા નથી. એ જીવ પાસે વિચારની નિર્મળતા નથી. બહુભાગ જીવોને તો વાંચવું ગમતું નથી. આવા જે આત્મહિતકારક વચનો જેમાં રહ્યા છે એવા જ્ઞાની પુરુષોના ગ્રંથો છે એ વાંચવા ગમતા નથી. વખત હોય તો બીજી રીતે બગાડે. બિનજરૂરી કાર્યોની અંદર (વખત બગાડે). નવરા હોય તો કહે, ચાલોને આપણે
લાણાના ઘરે મળવા જઈએ, ચાલોને ફલાણાના ઘરે બેસવા જઈએ. જરા કલાક બેસશું, મજા આવશે. વાતો-ચિતો કરશું. સાવ નવરા હોય તો કાંઈકને કાંઈક કામ ગોતી કાઢે). એને એમ ન થાય કે મારા આત્માનું હિત થાય એવી હું કાંઈ વિચારણા કરું, એવું કાંઈ હું વાંચન કરું.
મુમુક્ષુ :- એમ કેમ થતું હશે ?
પૂજ્ય ભાઈશ્રી :- અરુચિ. આત્મહિતની, આત્મસ્વરૂપની અરુચિ છે. આત્માની અરુચિ હોય ત્યારે એને આત્માના હિતનો વિષય (ચે નહિ). પછી વખત હોય તો એ વખત બગાડવા માટે બીજું બીજું કર્યા કરે, બીજું એને સૂક્યા કરે.
મુમુક્ષુ - ચિત્તનું શુદ્ધિપણું એટલે?
પૂજ્ય ભાઈશ્રી – ચિત્તનું શુદ્ધિપણું એટલે શું છે ? કે જેને આત્મહિત કરવું છે એવી ભાવના થઈ છે એ ભાવનાવાળાની ચિત્તશુદ્ધિ (કહેવાય છે. મારે મારા