________________
૮૦.
રાજહૃદય ભાગ-૧૩ (પત્રાંક) ૬૪૭. “અગમ અગોચર નિવણમાર્ગ છે, એમાં સંશય નથી.” જે મોક્ષનો માર્ગ છે, નિર્વાણનો માર્ગ છે એ અગમ અગોચર છે. એટલે કે ઇન્દ્રિયજ્ઞાન દ્વારા એનો પત્તો લાગતો નથી. દેખાતો નથી. અને જલ્દી એમાં સંસારીજીવને ગમ પડતી નથી. સમજણ પડતી નથી એ સાદો શબ્દ છે. એ જ વિષયનો કોઈ ગંભીર શબ્દ છે તો એને ગમ પડતી નથી. એ શબ્દ માર્મિક રીતે સમજણના ભાગમાં વપરાય છે. જેમ કે ગુરુગમ. ગુરુગમ વગર જ્ઞાન થાતું નથી, એમ કહે છે ને ? એમ. એવી રીતે એ ગમની આગળ અ લગાડેલો છે. એટલે અમુક ખાસ પ્રકારનું ઊંડું જ્ઞાન થાય ત્યારે એને એમાં ગમ પડી એમ કહેવામાં આવે છે. બહારમાં પણ કોઈ એવું મહત્ત્વનું કાર્ય હોય, ગમે તેને સોંપે તો એમ કહે, ભાઈ ! એને કાંઈ ગતાગમ નથી. શું કહે? ગતાગમ નથી, એને કયાં કામ સોંપ્યું ? કામ નહિ થાય. ઊંધું મારી દેશે. એટલે એ વિષયની ખૂબી જે છે એ ખૂબીને સમજી શકે એને ગમ પડી એમ કહેવામાં આવે છે.
જે નિર્વાણમાર્ગ છે એમાં ઘણી ખૂબીઓ છે. આમ સરળ અને સુગમ હોવા છતાં બીજી રીતે એનું એક પડખું એ પણ છે કે એકદમ Highly technical subject છે. જેમકે સમતુલનનો વિષય છે. ઘણો Technical છે. ક્યાં ખેચવું? કેટલું ખેંચવું? ક્યાં ઢીલું મૂકવું? અને કેટલું ઢીલું મૂકવું. બહુ Technical subject છે.
વસ્તુનું સ્વરૂપ તો દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે. પણ સ્વરૂપનો આશ્રય કરવા માટે દ્રવ્યની જે મુખ્યતા કરવી, વર્તમાન અવસ્થાની ગૌણતા કરવી, તો એ મુખ્યતાનો પ્રકાર કેવો ? કેવા પ્રકારનો? ગૌણતાનો પ્રકાર પણ કઈ રીતનો ? એ બધું ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. પોતે જ એમ લે છે, “ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે.” એમ દ્રવ્ય-પર્યાયમાં સંતુલન જાળવવું, એવી જ રીતે પુરુષાર્થ જે છે અને જ્ઞાન છે એ બે વચ્ચે સંતુલન જાળવવું. નિશ્ચય અને વ્યવહારનું સંતુલન જાળવવું. કેટલા પડખાં છે ! એ રીતે જોઈએ તો એટલો બધો ખૂબીવાળો માર્ગ છે કે, “ધાર તલવારની સોહલી, સોહ્યલી દોહ્યલી ચૌદમા જિન તણી ચરણસેવા...” ભગવાનનો માર્ગ છે એ એટલો બધો સૂક્ષ્મ છે કે જરાક આઘો જાય (એટલે) સીધો જ માર્ગમાથી ઉન્માર્ગમાં ચાલ્યો જાય છે. માર્ગ તો ન હાથમાં આવે પણ ઉન્માર્ગમાં ચાલ્યો જાય છે. ગૃહતમિથ્યાત્વમાં વયો જાય એવી પરિસ્થિતિ ઊભી થાય.
વળી અનાદિથી પોતે આ માર્ગથી અજાણ્યો છે. આ માર્ગ એણે કદી જાણ્યો