________________
૨
રાજહૃદય ભાગ-૧૩ પણ આયુષ્ય ખોવે છે એની ચિંતા થતી નથી. વિચિત્ર વાત તો એ છે કે આયુષ્ય ખોવાતું જાય છે ને માણસ રાજી થતો જાય છે કે આજ તો મારો ૫૦મો જન્મદિવસ, હવે મારો પ૧મો જન્મદિવસ. ભાઈ ! તારા પ૧ ઓછા થયા. જેટલા ગણે છે એટલા ઓછા થયા, એટલા ગયા, ખોવાણા એટલા, નકામા ગયા. એમ છે.
મુમુક્ષુ :- ...
પૂજ્ય ભાઈશ્રી :- હા. અનુકૂળતા વધે એટલે રાજી થાય, પાછી અનુકૂળતા ઘટે એટલે કરાજી થાય. ઉદય તો બેમાંથી એક તો આવવાનો જ છે. કાં અનુકૂળતાનો ઉદય આવશે એટલે અનુકૂળતાનો રસ ચડશે. પ્રતિકૂળતાનો ઉદય આવશે એટલે એનો ખેદનો રસ ચડી જશે. એક વખત રાગનો રસ ચડશે. એક વખત દ્વેષનો રસ ચડશે. બંને મોહના કારણે છે. અને જીવ દુર્ગતિમાં જવા લાયક કર્મને બાંધે છે. એવા કાળમાં જીવ દુર્ગતિમાં જાય એવા કર્મને બાંધે છે.
એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તો તેની સાઠ પળની એક ઘડીનો હીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ ? કેટલી હાનિ થવી જોઈએ ? એણે તો સાંઈઠ (૬૦) કૌસ્તુભ મણિ ખોયા. એક, બે નહિ પણ સાંઈઠ ખોયા. “એમ જ એક દિન, એક પક્ષ એટલે પંદર દિવસ. આ સુદી અને વદી બે પક્ષ હોય છે ને ? એક પક્ષ એટલે પંદર દિવસ, “એક માસ...” એટલે ૩૦ દિવસ. “એક વર્ષ” એટલે એવા બાર મહિના.
અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલા અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે. ભારે હૃદય હશે તો નહિ આવે. શુક્લ એટલે ઉજળું, પવિત્ર, અશુક્લ એટલે મલિન, કાળું. શુક્લ એટલે સફેદ, અશુક્લ એટલે કાળું, મેલું. જેનું હૃદય ચોખ્યું હશે એને એ ખ્યાલ આવશે. કે અરે.રે. આ મનુષ્ય આયુ ગુમાવવા જેવું નથી. મનુષ્ય આયુ છે એ ખોવા જેવી ચીજ નથી. એનો સદુપયોગ જેટલો થાય એટલો પળેપળનો સદુપયોગ કરી લેવા જેવો છે. આવું શુક્લ હૃદયવાળાને સૂઝે છે. મલિન હૃદયવાળાને આ વાત સૂઝતી નથી, એમ કહેવું છે. ક્યાંની ક્યાં વાત લઈ ગયા ! સમયનું મૂલ્યાંકન કોણ કરી જાણે છે ? કે શુક્લ હૃદયવાળો જીવ કરી શકે છે, મલિન હૃદયવાળો જીવ કરી શકતો નથી.
૧૦૫ નંબરના પત્રમાં એમણે પાત્રતાના લક્ષણમાં એ વાત લીધી છે. પાત્રજીવ શુક્લ હૃદયવાળો કહો કે પાત્રજીવ કહો. છઠ્ઠો બોલ છે. મહાવીરના બોધને પાત્ર