________________
પત્રાંક-૬૫૪
૧૧૫
ચર્ચા લાગે છે કે ભાગ્યે જ કોઈ મુમુક્ષુએ કરી હોય. જાણબહાર હોય એવું લાગે છે. જાણીને કોઈ એ પ્રકારની ચર્ચામાં આવતું નહોતું. બીજા અનેક પ્રશ્નો ઉઠતા. ત્યારે આ જે છે એ અંતર્લક્ષી ... છે.
બહિર્લક્ષે જાણપણું થાય એ કાંઈ જીવને એટલું ઉપયોગી નથી. જેટલું અંતર્વક્ષે કાંઈ પણ એ પોતે આગળ વધવા માટે સમજવાનો પ્રયત્ન કરે અને જ્ઞાનીપુરુષ પાસે પોતાના આત્મવિકાસ માટેનું માર્ગદર્શન માગે કે એમાંથી ચાહે અને જે માર્ગદર્શન મળે એ બીજા પરલક્ષી તત્ત્વજ્ઞાનના કે શાસ્ત્રમાંથી પ્રશ્ન ઉઠાવીને આત્મવિકાસ થાય એ પ્રકાર એમાં આવતો નથી. એ પ્રકા૨માં ફેર છે. સત્સંગ સત્સંગમાં બહુ મોટો ફેર છે. અને આવી જે ચર્ચા છે એ તો ઘણી સ૨ળતા હોય તો જ જીવ કરી શકે. અત્યંત સ૨ળતા હોય તો જ કરી શકે. નહિતર સરળતા વિના પોતાના પરિણામને પ્રસિદ્ધ કરવા અને કહેવા એ વાત બની શકતી નથી.
‘શ્રીમદ્જી’ પોતે પોતાના અંતર પરિણામ પણ મુમુક્ષુને એટલા માટે લખે છે કે, મુમુક્ષુજીવ પણ એ જ પદ્ધતિમાં વ્યવહાર કરે. નહિતર જ્ઞાની ઉઠીને મુમુક્ષુને પોતાના પરિણામની વાત કરે, તો જ્ઞાનીને તો કાંઈ મુમુક્ષુ પાસેથી માર્ગદર્શન માગવાનું નથી. છતાં એમણે બે વચ્ચેનો વ્યવહાર એવો રાખ્યો છે કે પોતાના પરિણામનું નિવેદન કરે છે. મુમુક્ષુજીવ પણ પોતના પરિણામનું નિવેદન કરે છે. મુમુક્ષુને એ લાભ થાય છે કે એમાંથી એને માર્ગદર્શન સાંપડે છે કે આવી ભૂલ થવી જ ન જોઈએ અને આવું થાય તો તે બરાબર થાય છે અને તમે આગળ ચાલો. હજી આગળ વધો. આ Line માં તમે આગળ વધો.
અહીંયાં એવી એક વાત કરી છે કે, તમારી જે અંતર્વક્ષવત્ હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે, અને તે તે વૃત્તિ કર્મે કરી ૫રમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે.’ આવી જો તમારી વૃત્તિ હશે તો તમને તે પરમાર્થ માર્ગનું જે યથાર્થપણું છે (એમાં ઉપકારી થશે). કારણ કે મુમુક્ષુની ભૂમિકામાં તો યથાર્થતા એ જ મોટી વાત છે. એક વાત સમજવી એમાં બે ભેદ પડે છે. એક યથાર્થપણે અને એક અયથાર્થપણે. ઉપરટપકે તો બંને વાત સરખી દેખાય છે કે કહે છે, જે શબ્દોથી કહે છે તે જ શબ્દોનું તેવું જ અર્થઘટન થાય છે. અર્થઘટન બરાબર હોય માટે યથાર્થતા હોય એવું કાંઈ નથી. અર્થઘટન બરાબર હોય અને સમજણ અયથાર્થ હોય. અર્થઘટન બરાબર હોય અને સમજણ યથાર્થ પણ હોય.
પરમાર્થના યથાર્થપણામાં ઉપકાર થાય છે એટલે આત્મકલ્યાણ યથાર્થપણે