________________
પત્રાંક-૬૫૭
૧૨૫ અવશ્ય એની દશામાં વિશેષતા થાય, વિકાસ થાય. વિશેષતા થાય એટલે પાત્રતાનો વિકાસ થાય. પાત્રતા વૃદ્ધિગત થાય અને એનું પરિણામ યથાર્થ સમાધિ કહો કે સમ્યક્ પરિણમન કહો, એ યથાર્થ સમાધિ છે. ત્યાં સુધી પહોંચે.
એટલા માટે એ પાત્રતા વધારવાના વિષયની અંદર માર્ગદર્શન આપ્યું છે. આ રીતે મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થપણે વર્તના થવી જોઈએ. એ એક Postcard માં પહોંચ લખી છે તોપણ મુમુક્ષુની ભૂમિકાની બહુ સારી વાતો કરી છે. આ કામ કોઈ એવું લાંબુ નથી કે ન થઈ શકે. મુમુક્ષુ જો કરવાનો લક્ષ રાખે અથવા નિર્ધાર રાખે કે મારે આ રીતે મારા પરિણમનમાં કામ કરવું જ છે, તો એવું કોઈ અઘરું કામ નથી. સહેલાઈથી થઈ શકે એવું એ કામ છે. “એ જ વિનંતિ.” ૬૫૬ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬પ૭
મુંબઈ, માગશર સુદ ૧૦, ભોમ, ૧૯૫૨ શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિષે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે, એમ જાણીને જ્ઞાની પુરુષોએ “અણગારત” નિરૂપણ કર્યું છે. યદ્યપિ પરમાર્થથી સર્વસંગપરિત્યાગ યથાર્થ બોધ થયે પ્રાપ્ત થવા. યોગ્ય છે, એમ જાણતાં છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તો તેવો સમય પ્રાપ્ત થવા યોગ્ય છે એમ જાણી, સામાન્ય રીતે બાહ્ય સર્વસંગપરિત્યાગ જ્ઞાની પુરુષોએ ઉપદેશ્યો છે, કે જે નિવૃત્તિને યોગે શુભેચ્છાવાન એવો જીવ સદ્દગુરુ, સપુરુષ અને સાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરી યથાર્થ બોધ પામે. એ જ વિનંતિ.
૬૫૭નો લલ્લુજી' ઉપરનો પત્ર છે. “શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિષે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે. એમને બહારમાં દીક્ષાની ભૂમિકા છે ને ? એટલે એને યોગ્ય વાત લખે છે. “શુભેચ્છા...” એટલે આત્મહિતની ભાવના. એને શુભેચ્છા (કહે છે). આ બહારમાં જે સંયોગો સારા થાય એની શુભેચ્છાનો આ વિષય નથી. નહિતર તો માણસ એમ કહે કે તમે સુખી થાવ એવી