________________
પત્રાંક-૬પ૬
૧૨૩ પ્રકારની આત્મતા કર્યા જતાં, તથા જ્ઞાનીનાં વચનોનો વિચાર કરવાથી દશા વિશેષતા પામતાં યથાર્થ સમાધિને યોગ્ય થાય, એવો લક્ષ રાખશો, એમ કહ્યું હતું.' જે કહ્યું હતું એ પત્રમાં દોહરાવે છે. ત્રિભોવનભાઈ પત્ર લઈને રૂબરૂ મળ્યા હશે. એટલે પત્રો મળ્યા હતા, એમની સાથે મળ્યા હતા એમ કહ્યું. એમને જે વાત કરી હતી એ વાત પોતે પત્રની અંદર લખે છે. ભલે પત્ર “અંબાલાલભાઈને લખ્યો છે પણ બધા મુમુક્ષુને આ લાગુ પડે એવી શિખામણ છે. શું કહ્યું?
જે જે પ્રકારે પદ્રવ્ય વસ્તુ)નાં કાર્યનું સંક્ષેપપણું થાય...” એટલે કે જેટલા પોતાના કાર્યો છે એ કાર્યો સંક્ષેપ કરવા. સંક્ષેપ કરવા એટલે ઓછા કરવા. શું મતલબ છે ? કે જો કોઈપણ કામમાં પરિણામ ચીકાશવાળા વધારે થાય છે તો એ કાર્ય લાંબુ લાંબુ થતું જાય છે. એ કામની લાળ છૂટતી નથી. એ પરિણામની ચીકાશ બતાવે છે. જે કાંઈ ઉદય ભાવના કાર્યો છે એ સંક્ષેપમાં પતાવવા એમ કહેવું છે. એનું સંક્ષેપપણું કરવું એટલે સંક્ષેપમાં પતાવવા. થોડું આછું-પાતળું થાય (તો) આત્માને એથી કોઈ લાભ-નુકસાન નથી. પણ દરેક કામની અંદર બહુ ચીવટ, બહુ સાવધાની, બહુ ચોક્સાઈ અને ઘણી ચીકાશથી પરિણામ તે કામની અંદર કરવામાં આવે છે તો જીવના પરિણામ એટલા ચિકણા થઈને વધારે મલિન થાય છે. એ ભલે નિમિત્તથી વાત કરી છે પણ ઉપાદાનમાં એ પ્રકાર લેવાનો છે. જે જે પ્રકારે જે કાંઈ પદ્રવ્ય સંબંધિત કાર્યો છે એ સંક્ષેપમાં કરવા. જેમ જ્ઞાનીઓ ઉપરછલ્લા ઉપયોગથી કરે છે, મુમુક્ષુને તદ્દનુસાર પરિણામમાં રસ તીવ્ર ન થાય, ચીકાશ ન વધે એટલે મલિનતા ન વધે એ પ્રકારે સંક્ષેપથી કાર્યો પતાવવા. એક તો ઉદય ભાવમાં કેવા પ્રકારે પ્રવર્તવું એ વાત કરી.
નિજ દોષ જોવાનો દઢ લક્ષ રહે...” આ અવલોકનનો વિષય છે. પોતાના ચાલતા પરિણામમાં જે કાંઈ દોષિત ભાવો થાય છે, મલિન ભાવો થાય છે એને જોવાનો લક્ષ રાખે. લક્ષ રાખે નહિ પણ દઢ લક્ષ રાખે. જો અવલોકન કરવાનો વિચાર દઢ હોય તો એ કાર્ય બરાબર થાય છે. એ વિચાર સામાન્ય હોય તો ક્યારેક કોઈ પરિણામનું અવલોકન થાય, લગભગ બીજા એમનેમ ઉપરથી જાય. એટલે નિજ દોષ જોવાનો દઢ લક્ષ રહે...'
અને સત્સમાગમ, સન્શાસ્ત્રને વિષે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વત્યાં કરે....” સત્સમાગમનો પણ મહિમા રહે, એની કિંમત વિશેષ રહે, એનું આરાધન પણ વિશેષ રહે. “સન્શાસ્ત્રને વિષે વર્ધમાન પરિણતિ.... રહે. અને સન્શાસ્ત્રો