________________
૧૨૬
રાજહૃદય ભાગ-૧૩ અમારી શુભેચ્છા છે. સુખી થાવ એટલે શું? તમારા સંયોગો તમને અનુકૂળ રહે. પ્રતિકૂળ સંયોગોમાં તમે ન જાવ. એ શુભેચ્છા કહેવાય છે. અહીંયાં એ પ્રકાર નથી. અહીંયાં શુભેચ્છા એટલે આત્મહિતની ઇચ્છા હોય, આત્મહિતની ભાવના હોય એને શુભેચ્છા કહે છે.
શુભેચ્છા, વિચાર” તત્ત્વ સ્વરૂપ, તત્ત્વનો વિચાર, પોતાના સ્વરૂપનો વિચાર અનેક પ્રકારના પડખાંથી, ચારેય પડખાંથી કેવી રીતે આત્મહિત થાય એ સંબંધીનો વિચાર અને “જ્ઞાન...” જ્ઞાનનો અભ્યાસ. “એ આદિ સર્વ ભૂમિકાને વિષે....” જેને જ્ઞાનાભ્યાસ કરવો છે, શાસ્ત્રનું અધ્યયન કરવું છે, આત્મવિચાર કરવો છે, આત્મહિત કરવું છે, એ જે મુમુક્ષુની ભૂમિકા છે એ “સર્વ ભૂમિકાને વિષે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે....” એમાં બધાનો સંગ છોડવો એ વધારે ઉપકારી છે. સંગ ઉપર કેટલું વજન છે ! સંસારમાં સંસારી પ્રાણીઓનો જે સંગ છે એ સંગ જીવના પરિણામને અનુકૂળ નથી. જીવના આત્મહિતને એ અનુકૂળ નથી. એટલે કોઈ એ રીતે નિવૃત્તિ લે છે, આત્મહિતાર્થે નિવૃત્તિ લે છે અને પોતે અનુમોદન આપે છે. તમે આ પગલું ભર્યું, જે આત્મહિત માટે તો સારી વાત છે.
“સર્વ ભૂમિકાને વિષે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે, એમ જાણીને જ્ઞાનીપુરુષોએ “અણગારત્વ' નિરૂપણ કર્યું છે. જ્ઞાનીપુરુષોએ અણગાર દશા એટલે ગૃહસ્થદશા છોડવાનો જે ઉપદેશ કર્યો છે એની પાછળ આ હેતુ રહેલો છે. હવે હેતુની ખબર ન હોય તો શું થાય છે ? કે જેવી રીતે સંસારીજીવો પ્રવર્તે છે એવી જ રીતે બીજાના સંગમાં અણગાર ધારણ કર્યા પછી પણ સાધુ લોકો પણ પ્રવૃત્તિ કરે છે. કોઈવાર તો સામાન્ય માણસ પંચાત ન કરે એટલી બધી પંચાતમાં પણ સાધુ થઈને પડે છે. એ આખો હેતવિરોધ, એ બધી વાત હેતુથી વિરુદ્ધ થઈ ગઈ.
અણગાર લેવાનું કારણ એ છે કે બીજા સંસારીજીવોનો સંગ છોડવાની વાત છે. વાસ્તવિક મુનિદશા આવે છે ત્યાં તો પરિસ્થિતિ જ એ થાય છે કે જે જીવ મુનિદશામાં આવી જાય છે એ એવી વીતરાગતામાં આવે છે કે એને લોકસંગ રુચતો જ નથી. લોકોના સંગ વચ્ચે રહેવું એ એમને ફાવતું જ નથી. અનુકૂળ પડતું નથી. એ તો અસહ્ય પરિસ્થિતિ થઈ જાય છે. એટલે ગમે તેવી અનુકૂળ પરિસ્થિતિ હોય તોપણ બધો સંગ છોડીને જે ભાવલિંગી મુનિ છે એ તો જંગલમાં જ વિચરે છે. એ વસ્તીની અંદર રહેતા નથી. જંગલમાં રહેવું અને વસ્તીમાં ન રહેવું એવું