________________
પત્રક-૬૫૮
૧૩૩
બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. તે આ પ્રમાણે : “લૌકિક અને શાસ્ત્રીય'. ક્રમે કરીને સત્સમાગમયોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો મિથ્યાત્વનો ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાનીપુરુષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્ય છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે ? તે વાત વિચારવા યોગ્ય છે.
૬૫૮મો પણ લલ્લુજીમુનિ' ઉપરનો જ પત્ર છે. “ત્રણે પત્રો મળ્યાં છે. એટલે જેમ પોતે પત્રો ઘણાં લખ્યા છે એમ પોતાને ઘણા પત્રવ્યવહારનો પ્રસંગ પણ હતો. મુમુક્ષુઓ પણ ઘણા પત્રો એમને લખતા હતા. આ સુદ ૧૦ અને ૬ દસ દિવસમાં એમના ત્રણ પત્રો મળ્યા છે. દસ દિવસે ફરીને પત્ર લખ્યો છે તો એમાં ત્રણ પત્રો તો લલ્લુજીના પહોંચેલા છે. બીજાઓના આવ્યા હોય એ જુદા છે. ત્રણે પત્રો મળ્યાં છે. સ્તંભતીર્થ કયારે ગમન થવું સંભવે છે ? તે લખવાનું બની શકે તો લખશો.” ખંભાત' તમે ક્યારે જવાના છો એ કાંઈ નક્કી થયું હોય તો લખજો. એટલે અત્યારે એ ખંભાત નથી. પણ કોઈ બીજા ગામમાં છે.
મુમુક્ષુ - “કઠોર'.
પૂજ્ય ભાઈશ્રી – “કઠોર' છે. એટલે આજુબાજુના ગામમાં (છે). એ લગભગ ખેડા', “નડિયાદ, ખંભાત' અને આજુબાજુના એ ચરોતરમાં જ લગભગ ત્યાં (રહેતા). મુમુક્ષુઓ પણ, “કૃપાળુદેવના અનુયાયીઓ પણ ત્યાં લગભગ રહ્યા છે. અને પોતે પણ એમના સત્સંગમાં અવારનવાર રહ્યા છે.
બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. શું કહે છે ? હવે લલ્લુજી પોતે ત્યાગી છે. ત્યાગી હોવા છતાં, સપુરુષનો યોગ થવા છતાં મિથ્યાત્વનો ત્યાગ નથી થતો તો શું કારણ છે ? સંસારી માણસને તો એમ કહેવાય કે, એ સંસારી કાર્યમાં ડૂબેલો છે, એને ધર્મ પામવામાં તકલીફ થાય. પણ જેણે સંસાર ત્યાગ કર્યો, ગૃહસ્થદશા છોડી તો પછી એને ધર્મ પામવામાં હવે શું નડે છે ? જેણે સંસારિક કાર્યોથી નિવૃત્તિ લઈ લીધી. એણે ધર્મ પામવા માટે તો નિવૃત્તિ લીધી છે. તો એને હવે શું નડે છે ? કેમ એનું મિથ્યાત્વ છૂટતું નથી અને ધર્મ પ્રાપ્તિ થતી નથી ? આના ઉપર એમણે પ્રકાશ