________________
૧૨૮
રાજહૃદય ભાગ-૧૩ નહિ. પાંચમા ગુણસ્થાને પણ જેમ જેમ ઉપર ઉપરની પ્રતિમામાં જાય છે તેમ તેમ એ મુનિદશાની સમીપ જતા હોવાથી, મુનિદશાને યોગ્ય એવા જ ફેરફારો એમની દશામાં થાય છે. એટલે એ જીવો પણ સંગ છોડે છે. ચોથા ગુણસ્થાને જ્ઞાનીઓ પણ જેનો-તેનો સંગ કરતા નથી. ગમે તેનો સંગ ન કરે. એ પણ સત્સંગ સિવાય બીજું કાંઈ ઇચ્છતા નથી.
સંગ કરવાની બાબતમાં એમણે લલ્લુજીને જ્યારે પત્ર લખ્યો છે ત્યારે એ વાત ઉપર ધ્યાન દોર્યું છે કે ખરેખર સર્વસંગ પરિત્યાગ ક્યારે થાય? કે જીવને યથાર્થ બોધ થાય ત્યારે. જીવને એવો બોધ ન થયો હોય અને સર્વસંગપરિત્યાગ કર્યો હોય તો એને વિશેષ જાગૃત રહેવું પડે કે આત્મજ્ઞાન થયા પહેલા આ ત્યાગ કર્યો છે, તો એ ત્યાગ મારા ઉદ્દેશ્યને અને મારા ધ્યેયને અનુસરીને એ ત્યાગનું કાર્ય ચાલે છે ? કે એમાં કાંઈ પાછી વિરૂદ્ધતા આવી જાય છે ? એ વિચાર એણે મુખ્યપણે કરવા યોગ્ય છે.
યદ્યપિ પરમાર્થથી સર્વસંગપરિત્યાગ યથાર્થ બોધ થયે પ્રાપ્ત થવા યોગ્ય છે, એમ જાણતા છતાં....” એમ જાણવા મળે કે ભાવલિંગરૂપ મુનિદશા આવે ત્યારે જ વાસ્તવિક સર્વસંગપરિત્યાગ થાય એમ જાણતાં છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તો તેવો સમય પ્રાપ્ત થવા યોગ્ય છે એમ જાણી, સામાન્ય રીતે બાહ્ય સર્વસંગપરિત્યાગ જ્ઞાની પુરુષોએ ઉપદેશ્યો છે, કે જે નિવૃત્તિને યોગે શુભેચ્છાવાન એવો જીવ સદ્ગુરુ, સપુરુષ અને સન્શાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરી યથાર્થ બોધ પામે. શું કહ્યું? કે સર્વસંગપરિત્યાગની જે મુનિદશા છે એ મુનિદશા ન આવી હોવા છતાં પણ જો સંગની નિવૃત્તિ અથવા દીક્ષા અંગીકાર કોઈ કરે છે એને એમ જાણવું યોગ્ય છે કે સત્સંગમાં નિત્ય નિવાસ કરવો. એવા જ પોતાના જેવા જીવો હોય કે જે નિવૃત્તિમાં આવ્યા હોય અને જે આત્મહિતને ઇચ્છતા હોય એવા જીવોનો સંગ કરવો. એ સિવાય બીજા જીવોનો સંગ ન કરવો. એવા જ “સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તો તેવો સમય પ્રાપ્ત થવા યોગ્ય છે એમ જાણી....” પોતે અણગારત્વ ધારણ કરે તો સત્સંગનો લાભ વિશેષ મળવા યોગ્ય છે એમ જાણીને..
સામાન્ય રીતે બાહ્ય સર્વસંગપરિત્યાગ જ્ઞાની પુરુષોએ ઉપદેશ્યો છે....... એ રીતે જ્ઞાન થયા પહેલા જો દીક્ષા આપવામાં આવે છે તો આ હેતુ હોવો જોઈએ. દીક્ષા લેનારનો, દીક્ષા દેનારનો. બંનેનો. સર્વસંગપરિત્યાગ કરવામાં આવે છે તો પછી તો ઘણી નિવૃત્તિ રહેશે. મુનિદશામાં, બાહ્ય મુનિદશામાં, દ્રવ્યસાધુત્વમાં પણ