________________
૧૨૦
રાજદૃશ્ય ભાગ-૧૩
પત્રાંક-૬૫૫
મુંબઈ, કારતક વદ ૮, રવિ, ૧૯૫૨ નિશદિન નૈનમેં નીંદ ન આવે, નર તબહિ નારાયન પાવે.
શ્રી સુંદરદાસજી
નિશદિન રૈનમેં નીંદ ન આવે,
નર તબહિ નારાયન પાવે. એ અન્યમતની અંદર પ્રભુદર્શનની એવી કોઈ ભાવના થાય છે અથવા પ્રત્યક્ષ સાક્ષાત્કાર પરમેશ્વરનો નથી થતો ત્યારે એના દર્શનથી આતર જીવને દિવસે કે રાત્રે.. નિશ એટલે રાત્રિ અને દિન એટલે દિવસ, રાત્રે કે દિવસે કે ઊંઘ ન આવે એવી જ્યારે એની પરિસ્થિતિ થાય ત્યારે તે મનુષ્યને નારાયણ એટલે ઈશ્વરના દર્શન થાય છે. આવી વાત એક “શ્રી સુંદરદાસજીએ લખી છે. એ મુમુક્ષુને લાગુ પડે છે. એમ કહેવું છે. જેને પોતાના પરમેશ્વરના દર્શન કરવા છે. ઓલા તો પર ઈશ્વરકર્તા માન્યા છે એ તો કોઈને પરમેશ્વર ઠરાવ્યા છે. ત્યારે અહીંયાં કહે છે કે પોતાનું જે પરમતત્ત્વ છે એ પરમતત્ત્વના દર્શન કરવા માટે જ્યારે દિવસે કે રાત્રે ઊંઘ ન આવે અને ઊંઘ ઊડી જાય એવી સ્થિતિ થાય ત્યારે સમજવું કે હવે એને આત્મદર્શન થવાની વાત કાંઈક બરાબર છે. યથાર્થતામાં આવ્યો છે. આવી એક પરિસ્થિતિ મુમુક્ષુની ભૂમિકામાં ઉત્પન્ન થાય છે. પોતાના પરમતત્ત્વનો વિયોગ એટલી હદે પોતાને દુઃખદાયી થઈ જાય છે. એને દુઃખદાયી કહે છે.
મુમુક્ષુ -
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ જે ૧૯૦ નંબરનો પરમાગમસારનો બોલ છે. જંગલમાં આવી પડ્યો હોય ને એમાં સિંહની ગર્જનાઓ અને વાઘની ત્રાડો સંભળાતી હોય કેવી રીતે એને ઉંઘ આવે ? એમ જેને અનંત ભવભ્રમણની તલવાર લટકતી દેખાય અનંત જન્મ-મરણની તલવાર લટકતી દેખાય અને ચાર ગતિના દુઃખનો ભય, ભવનો ભય, બધા દુઃખનો ભય જેને લાગે એને એકવાર તો એ સ્થિતિનો નાશ કર્યા વિના ઊંઘ આવતી નથી. આ પરિસ્થિતિ તો એકવાર ખલાસ કરવી જોઈએ. માથે જોખમ ન જોઈએ.
જ્યાં સુધી સમ્યગ્દર્શન થયું નથી અને મિથ્યાત્વની અવસ્થામાં મનુષ્ય આયુ