________________
૧૧૮
રાજહૃદય ભાગ-૧૩ તે, એ પોતે પ્રયોગમાં આવ્યા પછી એના પ્રયોગની ચર્ચાઓ જ્યારે થતી હોય ત્યારે એ વિષય વિશેષ ખુલે છે. ત્યાં સુધી એ વિષય ખુલવામાં એક બીજું જોખમ એ છે કે જેવી રીતે માહિતી જ્ઞાન કરવાની આ જીવને આદત થઈ ગઈ છે, એવી રીતે એ વિષયની પણ માહિતી મેળવી લ્યે. અને જે પ્રયોગના વિષયને વિચારના ચોકઠામાં, જે જૂના ઢાંચામાં ઊભો છે ત્યાં Fit કરી દે. એટલે આખી પદ્ધતિ એની મારી જાય. કાર્ય કરવાની આખી જે લાઈન છે એ મારી જાય છે. એનો વિચાર કરવો ત્યાં સુધી બરાબર યોગ્ય ભૂમિકામાં તે સંબંધીની ચર્ચાઓ નથી ચાલતી. એટલે એ એક એવો તબક્કો છે કે વિચારથી આગળ ચાલીને જીવને જો પરિણમન લાવવું હોય તો. આપણે એમ કહીએ છીએ ને, વાતો કરવી નથી પણ એનો અમલ કરવો છે. અમલીક૨ણ જેને કહેવામાં આવે. એવા કોઈ તબક્કામાં પ્રવેશવું હોય ત્યારથી એ ચર્ચાઓ શરૂ થાય છે અને ત્યારથી એ વિષય ચાલે છે.
મુમુક્ષુ :
-
પૂજ્ય ભાઈશ્રી :– પ્રતિક્રમણ આ જે લોકો સંપ્રદાયમાં કરે છે એની વાત છે ? કયુ પ્રતિક્રમણ ?
મુમુક્ષુ :– અવલોકન કરવું.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે શું છે પોતાના દોષથી પાછા ફરવું એને પ્રતિક્રમણ પણ કહેવાય, પોતાના દોષ જોઈને દોષનો રસ તૂટે તો એ દોષથી પાછો પણ વળે છે. પોતાના દોષની, ચાલતા દોષની, હોં ! નિંદા ગર્હ કરે તો એને આલોચના પણ કહેવાય છે. પ્રતિક્રમણ એને જ કહેવાય અને આલોચના પણ એને જ કહેવાય. અને એવા દોષ મારે કરવા નથી, એવો દૃઢ નિર્ણય થાય તો એને પ્રત્યાખ્યાન પણ એને જ કહેવાય. ૫૨માર્થમાં તો ત્રણેય એક જ પરિણામને નામ આપવામાં આવ્યા છે. ત્રણે નામ એક જ પરિણામને કહેવામાં આવ્યા છે. આ જે સંપ્રદાયમાં પ્રતિક્રમણનો પાઠ બોલી જાય છે એ કોઈ ખરેખર પ્રતિક્રમણ નથી.
મુમુક્ષુ ઃ– વિધિ.
પૂજ્ય ભાઈશ્રી :– વિધિ ? વિધિ-બિધિ કાંઈ નથી. ખાલી ઘડિયા અહીંયાં ‘ભાવનગર’માં પહાડા કહે છે. ઘડિયા કહે, પહાડા કહે. બોલી જાય ને ત્રણ તેરી નવ, ચોકે ચોકે સોળ, પચો પચો પચ્ચીસ, છાયે છાયે છત્રીસ, સત્યો સત્યો ઓગણ પચાસ. ગોખી જાય. એવી રીતે પ્રતિક્રમણ બોલી જાય. એ કાંઈ વિધિ નથી. એ વિધિના નામે છેતરામણ થાય છે. ઉપયોગ ક્યાંય ફરતો હોય, વિકલ્પ કાંઈ