________________
૧૧૭
પત્રાંક-૬૫૪ પહોંચ નહિ આવે. એ વાત પણ લક્ષમાં રાખવા જેવી છે.
મુમુક્ષુ- ...
પૂજ્ય ભાઈશ્રી – હા. પોતા ઉપર જ આવે છે ને? પોતાના પરિણામને જોવે છે, પોતાના દોષને જોવે છે, પોતાના ભાવોનું અવલોકન કરે છે એમાં બીજો કયાં વચ્ચે આવ્યો ? એક તો પર્યાયમાં હુંપણું છે એટલે પોતે આખો આવી ગયો. કેટલો રસ લે છે, કેટલો એકત્વભાવે છે એ બધું એમાં આવી જાય છે.
મુમુક્ષુ:- ...
પૂજ્ય ભાઈશ્રી :- તો જ એને પોતાને સમજાય. બીજો ઉપાય જ નથી. સાવ સાચી વાત છે. એટલે એ સ્વલક્ષી જ્ઞાનની કાર્યપદ્ધતિ છે. ભલે તત્ત્વજ્ઞાનનો વિષય હોય, શાસ્ત્રવાંચન હોય કે શ્રવણ હોય પણ એ તો પરલક્ષીપણે એ પ્રવૃત્તિ થઈ શકે છે. જ્યારે અવલોકનની કાર્યપદ્ધતિમાં પરલક્ષીપણે એને કરવી હોય તોપણ ન થાય. મોટો ફાયદો એ છે કે જે લક્ષ ફેરવવું છે, અંતર્લક્ષવતુ જે વૃત્તિ થવી જોઈએ એ અવલોકન પદ્ધતિમાં થાય છે.
મુમુક્ષુ - સરળતા થઈ...
પૂજ્ય ભાઈશ્રી - ત્યાંથી સરળતા શરૂ થઈ જાય. જ્યાં પોતાના દોષનો પણ પક્ષપાત ન કરે તો બીજાના દોષનો તો કરે જ ક્યાંથી ? જ્યાં પોતાના દોષનો પણ જીવ પક્ષપાત ન કરે, એને ઢાંકે નહિ, એને પ્રસિદ્ધ કરે. અને એ ટાળવા માટે એનું અવલોકન કરે, બારીકમાં બારીક અવલોકન કરે, નાનામાં નાનો દોષ હોય તોપણ એને જાણ્યાબહાર ન જાય એટલી સરળતાથી અંતર્લક્ષે જે વૃત્તિ કામ કરતી હોય એને પ્રતિબંધ ઘટી જાય છે. એને પરમાર્થમાં પ્રતિબંધ મટી જાય છે. સીધી વાત છે.
મુમુક્ષુ :-
પૂજ્ય ભાઈશ્રી :- આપણે સ્વાધ્યાયમાં એ વિષય ઘણી વાર વિચારીએ છીએ. પણ હજી જે વિચારવું જોઈએ એના દસ ટકા જ છે. એ વિષય ઘણો ઊંડો છે અને વિષય થોડો વિશાળ પણ છે. એટલે હજી આપણે ત્યાં એની ચર્ચા કરીએ છીએ પણ એનું પરિમાણ લઈએ તો દસ ટકાનું માંડ છે. નેવું ટકા વિષય હજી બહાર રહી જાય છે. એટલો બધો વિષય ઊંડો અને સરસ વિષય છે. રસ લેવા જેવો વિષય છે. પણ એ વિષય ક્યારે વધારે ચાલે? કે એવી રીતે અંતર અવલોકન કરનારા એકથી વધારે મુમુક્ષજીવો હોય અને પોતાના અવલોકનની અંદર એ પ્રવૃત્તિ કરતા હોય, આગળ વધતા હોય કે પાછા પડતા હોય કે જે કાંઈ થતું હોય