________________
પત્રાંક-૬૫૪
૧૧૩
પત્રાંક-૬૫૪
મુંબઈ, કારતક સુદ ૧૩, ગુરુ, ૧૯૫૨ પ્રથમ એક પત્ર મળ્યું હતું. જે પત્રનો પ્રત્યુત્તર લખવાનો વિચાર કર્યો હતો, તથાપિ વિસ્તારથી લખી શકવાનું હાલ બની શકવું કઠણ દેખાયું; જેથી આજે સંક્ષેપમાં પહોંચવતું પતું લખવાનો વિચાર થયો હતો. આજે તમારું લખેલું બીજું પત્ર મળ્યું છે.
અંતર્લક્ષવતુ હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે, અને તે તે વૃત્તિ ક્રમે કરી પરમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે. અત્રે તમે બેય પત્ર લખ્યો તેથી કશી હાનિ નથી.
હાલ સુંદરદાસજીના ગ્રંથ અથવા શ્રી યોગવાસિષ્ઠ વાંચશો. શ્રી સોભાગ અત્રે છે.
૬૫૪. એ “અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે.
પ્રથમ એક મળ્યું હતું. જે પત્રનો પ્રત્યુત્તર લખવાનો વિચાર કર્યો હતો, તથાપિ વિસ્તારથી લખી શકવાનું હાલ બની શકવું કઠણ દેખાયું...” એમની જે અંતર દશા હતી એ અંતર દશાને કારણે બાહ્ય પ્રવૃત્તિમાં રસ લેવો એમનાથી બનતો નહોતો. છતાં બાહ્ય પ્રવૃત્તિ નિરસપણે કરવી પડે તો જરા કઠણ પડતી હતી, બોજારૂપ લાગતી હતી. અને કેટલીક વાર તો એ બોજો અસહ્ય થઈ પડતો હતો. એટલે એ પ્રવૃત્તિ છોડી દેતા હતા અથવા સંક્ષેપ કરી દેતા હતા. એ પ્રવૃત્તિમાં મુમુક્ષુજીવને પત્ર લખવાની પણ બાહ્ય પ્રવૃત્તિનો સમાવેશ થાય છે.
એ પત્ર લખવાની બાબતમાં પણ વિસ્તારથી લખી શકવાનું હાલ બની શકવાનું કઠણ દેખાયું; જેથી આજે સંક્ષેપમાં પહોંચવતું પતું.” પતું એટલે Postcard ખાલી તમારા પત્રનો પહોંચ આપવા પૂરતું Postcard “લખવાનો વિચાર થયો હતો.” વિસ્તારથી તમારા પત્રનો ઉત્તર દેવાને બદલે ખાલી તમને એક Postcard થી તમારા પત્રો મળ્યા છે એવી ખાલી પહોંચ લખી નાખું છું. લાંબુ લખવાની અત્યારે વૃત્તિ કામ કરતી નથી. ઉપયોગ એટલો નથી લંબાતો, એમ કહેવું છે. એ પ્રવૃત્તિની અંદર ઉપયોગ લંબાતો નથી. છૂટી જાય છે. એટલે પતું લખવાનો