________________
૧૦૨
રાજહૃદય ભાગ-૧૩ પદાર્થનો ત્યાગ કરવાની વાત કરી. શા માટે ? અધ્યાસનો ત્યાગ કરવા માટે, અધ્યાસનો ત્યાગ કરવા માટે તે તે પદાર્થનો ત્યાગ કરવો. ભલે પૂર્વ પુણ્યથી એને ઉપલબ્ધ હોય તોપણ એણે એ અધ્યાસનો ત્યાગ કરવા માટે તે તે પદાર્થનો ત્યાગ કરવો ઘટે. એમાં કાંઈ વાંધો નથી. એટલા માટે આ જે ૬૫૩ પત્રનો આધાર લીધો... જે દ્રવ્ય તો તે શું કરવા ? કે એક તો સંગ છોડવા માટે. તે તે જીવોનો, તે તે પદાર્થોનો. શા માટે ? કે આત્મકલ્યાણ માટે, અધ્યાસ છોડવા માટે.
જે જે પ્રકારે પરઅધ્યાસ થવા યોગ્ય. જે પદાર્થો છે. જેનાથી પોતાને અધ્યાસ થાય એટલે સુખબુદ્ધિ લાગે, સારું લાગે, અનુકૂળ લાગે, પ્રતિકૂળ લાગે એવું કાંઈપણ થાતું હોય ત્યારે તે તે પદાર્થનો ત્યાગ કરવા યોગ્ય છે. એને અવશ્ય કરવો ઘટે છે. એ પદાર્થનો ... આ ચીજ ભાવે છે, મારે પ્રયોજન - કેમ ? કે સુખબુદ્ધિ થાય, એમાં ઠીક લાગે, ભાવતું થાય. આ તો ચાહીને બનાવડાવે. ભાઈ મને ભાવે છે એ બનાવજો, એમ કહે. અહીં બીજી વાત છે. મુમુક્ષને એ પ્રકાર હોતો નથી. જે પ્રિય ચીજ છે એનાથી એ દૂર રહેવા ચાહે છે. પ્રયોગ કરે છે. અધ્યાસ મટાડવાનો એ ત્યાગ દ્વારા પ્રયોગ કરે છે. અધ્યાસ મટાડવો છે, આત્મજાગૃતિમાં એને રહેવું છે એટલા માટે એ કરે છે.
મુમુક્ષુ:
પૂજ્ય ભાઈશ્રી :- હા. આત્મા ભાવતો નથી એટલે પરચીજ એને ભાવે છે. જાગૃતિ રહેશે નહિ, એકાકાર થઈ જશે. જાગૃતિ નહિ રહે.
જોકે આરંભપરિગ્રહનો ત્યાગ એ સ્થૂળ દેખાય છે. આરંભ પરિગ્રહનો ત્યાગ મુમુક્ષુને છોડાવ્યો છે ને ? મુમુક્ષુની ભૂમિકામાં ઓછામાં ઓછો આરંભ કરજે. ઓછામાં ઓછો પરિગ્રહ રાખજે એમ કહ્યું. શા માટે કહ્યું? કે તું અધ્યાસિત થઈ જઈશ. હું આ વાળો, આવા વાળો, આના વાળો... આના વાળો... આના વાળો... એ અધ્યાસ થઈ જશે.
આરંભપરિગ્રહનો ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ અંતર્મુખવૃત્તિનો હેતું. હોવાથી...” જેને અંતર્મુખ વૃત્તિ કરવી છે એને એ ત્યાગ કરવો તે એક પ્રયોગ છે. અંતર્મુખ વૃત્તિ કરવા માટેનું કારણ છે. હેતુ એટલે કારણ છે. એમ હોવાથી વારંવાર તેનો ત્યાગ ઉપદેશ્યો છે. જિનદેવે એ ત્યાગનો ઉપદેશ દેવા પાછળ આવું પ્રયોજન રાખીને ઉપદેશ્યો છે. અને તે પ્રયોજનની સિદ્ધિ અર્થે તે ત્યાગ કર્તવ્ય છે, એમ કીધું. ત્યાગને, મુમુક્ષુતાને, પ્રયોગને કેવી રીતનો સંબંધ છે ? (એ આ પત્રમાં સ્પષ્ટ થાય છે, અહીં સુધી રાખીએ....