________________
૧૦૬
રાજહૃદય ભાગ-૧૩
છે. એક બાજુથી રાજ્યની અંદર એ વિચારણા ચાલે છે કે, પાટવીકુંવર ‘રામચંદ્રજી’ છે. એને કોઈ સારી જગ્યાએ એમના લગ્ન કરીને એમને રાજગાદીએ રાજતિલક કરીને બેસાડવા જોઈએ. રાજા એના મંત્રીઓ સાથે આવી વિચારણા કરે છે.
ત્યારે બીજી બાજુ ‘રામચંદ્રજી’નો ફાટ ફાટ વૈરાગ્ય.... આ જગતની અંદ૨ રાજકાજને ક૨વું છે ? અને આ વૈભવ અને ભોગની આ આત્માને કોઈ જરૂ૨ નથી. આ આત્માએ તો પોતાનું આત્મહિત જ કરી લેવા જેવું છે. એવો તીવ્ર વૈરાગ્ય એમને આ રાજ અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થયા પહેલા ઉત્પન્ન થયો. એમને રાજસભામાં બોલાવે છે પણ આવતા નથી. તમારે રાજસભામાં આવીને બેસવું. આ રાજના મંત્રીઓ, હોદ્દેદારો, રાજા બેઠા હોય ત્યારે તમારે પણ ત્યાં આવીને બેસવું. તો કહે છે, મારે ત્યાં આવવું નથી, મારું ત્યાં કામ નથી અને મને ત્યાં આવવું ગમતું નથી.
એટલો બધો વૈરાગ્ય હોય છે કે ખાવા-પીવામાં પણ પોતે એકદમ સંક્ષેપ કરી નાખે છે. બધી પ્રવૃત્તિનો સંક્ષેપ કરી નાખે છે. યુવાન વયના પોતાના જે કોઈ સાથીદારો હોય છે એને પણ મળતા નથી. એના અનુચરો છે એ બધા ચિંતામાં પડી જાય છે. એમના પિતાશ્રી દશરથરાજા'ને ફરિયાદ કરે છે કે આપે અમને ‘રામચંદ્રજી’ની સેવામાં મૂક્યા પણ અમારી કાંઈ સેવા એ લેતા નથી. એ તો એકદમ ઉદાસ થઈને સુનમુન થઈને બેસી રહે છે. અને એટલા બધા ઉદાસીનતામાં આવ્યા છે કે ખાવા-પીવા ઉપર પણ લક્ષ આપતા નથી. અને એમના શરીર ઉપર અસર થઈ હોય, વજન ઘટી ગયું એવું આખું એમનું જે વલણ છે એ અમને ચિંતા કરાવે છે. ત્યાં તો પછી એટલી બધી ઉપમા દીધી છે, કે એમના જે અનુચરો એની ચિંતા કરનારા છે એમના શરીર ઉપર ચિંતાની અસર થઈ છે. ‘રામચંદ્રજી’ની અવસ્થા જોઈને જે અનુચરોને ચિંતા થઈ, એ એટલા લાગણીવાળા હતા કે એને પણ એના શરીર ઉપર અસર થઈ ગઈ છે. એ ચિંતાથી દુબળા પડી ગયા છે. ‘રામચંદ્રજી’ તો દુબળા પડ્યા પણ એના ચિંતા કરનારા નોકર-ચાકરો દુબળા પડી ગયા. પછી એ ગંભી૨૫ણે દશરથરાજા’ને ફરિયાદ કરે છે. આનો કાંઈક ઉપાય કરો. નહિત૨ આમાંથી કાંઈક બીજું થઈ જશે. તમે આ બાજુ રાજ સોંપવાની વાત કરો છો અને પરણાવવાની વાત કરો છો. પરિસ્થિતિ કાંઈક બીજી થઈ જશે એવું લાગે છે. બહુ વૈરાગ્યમાં છે.
પછી એમના ગુરુ વિશિષ્ઠ'ને બોલાવે છે. ત્યાંથી એ શાસ્ત્રનું નામ