________________
પત્રાંક-૬ પર
૧૦૯ મિથ્યાદૃષ્ટિને મળતા પરિણામ હોય છે. એટલે એના ઉપરથી બાહ્યદૃષ્ટિવાળાને તો કાંઈ ખબર જ ન પડે. અંતરદૃષ્ટિવાળાને તો એના ઉપરથી પણ ખબર પડે છે. એને તો પછી જે સૂક્ષ્મ પરિણામો સુધી પહોંચે છે અને સ્થળ પરિણામોની ખૂબીઓ પણ જણાય છે. જે ઉદયભાવો છે એ સ્થળ પરિણામ છે અને અંતર પરિણતિ છે એ સૂક્ષ્મ પરિણામ છે. તો જેની સૂક્ષ્મ પરિણામ સુધી પહોંચે છે તે સ્થૂળ પરિણામની ખૂબીઓને પણ પછી જાણી શકે છે, સમજી શકે છે. એને તો પછી એના આખા પરિણમનનું એવું સરસ જ્ઞાન થાય છે કે જેને લઈને પોતાનો આત્માર્થ છે એ પણ એને સમજાય છે. એમ જાણતા પોતાના આત્માર્થને પણ એ સમજી શકે છે, પોતાના આત્માર્થ તરફ એ વળી શકે છે. અને ક્રમે કરીને, એ રીતે સમ્યગ્દષ્ટિને ઓળખનાર ક્રમે કરીને પોતે પણ સમ્યગ્દષ્ટિ થાય છે. સમ્યગ્દષ્ટિને ઓળખવાનું ફળ છે. એકવાર પણ જો સમ્યગ્દષ્ટિને જીવ ઓળખે તો એ સમ્યગ્દષ્ટિ થયા વિના રહે નહિ.
એટલે તો આપણે પ્રશ્ન ઉઠાવીએ છીએ કે ‘ગુરુદેવને ઓળખ્યા છે કે નથી ઓળખ્યા ? આ સવાલ છે. આપણે વંદન કરતા હતા, સન્માન કરતા હતા, અર્પણતા કરતા હતા માટે સમર્પણ કરીએ માટે ઓળખીએ છીએ એ વાતમાં કાંઈ માલ નથી. ઓળખાણ જુદી વસ્તુ છે. અને ઓઘસંજ્ઞાએ માન થાય, બહુમાન થાય, સમર્પણ થાય એ બધું ઓઘસંજ્ઞાએ પણ થાય અને ઓળખાણપૂર્વક પણ થાય. ઓઘસંજ્ઞાએ અનંત વાર કર્યું છે. ઓળખાણ તો એકવાર પણ થઈ નથી. અને એકવાર પણ ઓળખે એનો બેડો પાર થયા વિના રહે નહિ. એનો સંસાર ન રહે. એટલે તો એમણે પત્રાંક) ૭૫૧માં એને સમકિત કહ્યું છે. એને સમકિત એવું નામ આપ્યું છે. સમકિતનું કારણ જોઈને સમકિત કહ્યું છે. કારણ ગણી પ્રત્યક્ષ.” એ પ્રત્યક્ષ કારણ છે એમ કહે છે. સમ્યગ્દર્શન થવા માટેનું એ પ્રત્યક્ષ કારણ છે. એ બહુ મોટી વાત લીધી છે.
સમ્યગ્દષ્ટિની ઓળખાણ થવી એ બહુ મોટી વાત છે, સામાન્ય વાત નથી. ઓળખે એ સમ્યગ્દષ્ટિ ક્રમે કરીને થાય, થાય ને થાય જ. Guranteed વાત છે. અનંત કાળમાં અનંત વાર એવા સમ્યગ્દષ્ટિનો, સપુરુષનો યોગ થવા છતાં એકવાર પણ ઓળખાણ નથી થઈ એ વાત નક્કી છે. એટલા માટે એ વાત લીધી છે કે એ વાંચવા યોગ્ય છે, સાંભળવા યોગ્ય છે, આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે.
પોતાનું ક્ષયોપશમબળ હોય તોપણ એ પરાભવ પામે છે, પોતાનો પુરુષાર્થ