________________
પત્રક-૬ ૫ર.
૧૦૭
યોગવાશિષ્ઠ રાખ્યું. યોગ એટલે સંયોગ થયો ‘રામચંદ્રજીને. એ પછી એ દિશા બદલી. ત્યારે “રામચંદ્રજીના મુખેથી વૈરાગ્યના જે વચનો નીકળે છે એ મુમુક્ષુજીવે વિચારવા યોગ્ય છે, એમ કહેવું છે. બહુ વૈરાગ્યના વચનો નીકળે છે. જગતનું અસારપણું કેવું છે ? તમે મને રાજગાદીએ બેસાડવા માગતા હોય પણ મને એ વાત બિલકુલ પસંદ નથી. ઘણો વૈરાગ્ય છે. ...
એ બધા લક્ષણો મુમુક્ષુ જીવે યોગ્યતા પ્રાપ્ત કરવા માટે શ્રવણ કરવા યોગ્ય છે, વાંચવા યોગ્ય છે, આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. એવું નિરસપણું, જ્યાં સુધી અત્યંત નિરસપણું નથી આવતું ત્યાં સુધી અંતર્મુખના વિષયમાં જે રસ આવવો જોઈએ, જે અધ્યાત્મરસ, આત્મરસ (આવવો જોઈએ) એ આવતો નથી. કહેવાનું તાત્પર્ય એ છે. અહીંયાં લલ્લુજીને પણ વૈરાગ્ય અને ઉપશમ બાજુ વળવા માટે પ્રેરણા કરી છે.
મુમુક્ષુ -... પૂજ્ય ભાઈશ્રી - નહિ. સમ્યગ્દષ્ટિ છે એ પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે. સમ્યગ્દર્શન થવું એટલે ઉત્કૃષ્ટ મુમુક્ષુ થવું. એમનો વૈરાગ્ય, ઉપશમ, મુમુક્ષુતા, જ્ઞાતા-દૃષ્ટાપણું એ ઘણું વિચારવા યોગ્ય છે, એને અનુસરવા યોગ્ય છે. માત્ર વિચારવા યોગ્ય છે એમ નહિ પણ અનુસરવા યોગ્ય છે. એ વાત....
મુમુક્ષુ :--
પૂજ્ય ભાઈશ્રી :- વૈરાગ્ય વગરનું જ્ઞાન છે એ જ્ઞાન ખરેખર તો... એને જ્ઞાન કહેવું પણ શું? એ તો એક જાણપણું માત્ર છે, માહિતી છે. માહિતી જેને કહેવાય ને ? જાણવા મળે. કોઈ વાત વાંચી, જેમ છાપું વાંચે તો જાણવા મળે. એમ એ જીવને જાણપણું થાય છે. બાકી એને એ જ્ઞાનની કોઈ અસર આત્મામાં નથી થતી. અનાદિથી એવી રાગની તીવ્ર પરિસ્થિતિ ઊભી છે. કેમકે જ્ઞાનમાં તો દેહથી પણ ભિન્ન ચૈતન્યનું જ્ઞાન કરવું છે. બીજી તો વાત એક બાજુ રહી. રાગ અને દેહ વિનાનો આત્મા છે એનું જ્ઞાન છે આ તો. એના બદલે એકત્વબુદ્ધિએ જે તીવ્ર રાગાદિ છે એમાં ફેર પડ્યા વિના, એ રસ ઓછો થયા વિના, ઘટ્યા વિના પેલું જ્ઞાન કઈ રીતે અસર કરે ? કોઈ રીતે એ જ્ઞાનની અસર આવતી નથી. પછી જાણપણું થાય છે, ધારણા થાય છે. એ ધારણા ઘણું કરીને તો અભિનિવેષને ઉત્પન્ન કરે છે. જાણપણાના અભિનિવેષને ઉત્પન્ન કરે છે.
મુમુક્ષુ :- બહારમાં દેખાય છે...