________________
પત્રાંક-૬ ૫૦
૧૦૧
એવું (નથી). પણ સતત જાગૃતિ રાખવાનું મુમુક્ષુને કહેવામાં આવ્યું છે. જેટલી જાગૃતિ ઓછી એટલી મુમુક્ષુતાની હાનિ છે અથવા એટલી મુમુક્ષુતાની ક્ષતિ છે એમ સમજવા યોગ્ય છે. શું કહે છે ?
જ્ઞાનીને પણ અનંત કાળથી જેના અધ્યાસમાં પોતે રહ્યા છે એ જ પદાર્થોનો સંગ છે. અને એને એ ભય રાખવો જરૂરી છે કે કદાચ દૃષ્ટિને જો આકર્ષણ થશે ને દૃષ્ટિ એટલે શ્રદ્ધા અહીંયાં લેવી. ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ નહિ. કોઈપણ ઇન્દ્રિયનો વિષય હોય અને એ પ્રત્યે સુખાભાસથી જો પિરણામ જાય તો ચારિત્રમોહની સાથે સાથે દર્શનમોહની ઉત્પત્તિ થઈ જાય. જે દર્શનમોહ અંતર્મુખ દૃષ્ટિ કરતા અભાવ થયો છે તે દર્શનમોહ ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિને હજી સત્તામાં રહ્યો છે. હજી કાંઈ સાવ ચાલ્યો ગયો નથી. અરે..! વેદનીનો તો ઉદય છે, સમકિત વેદનીનો તો ઉદય પણ વર્તે છે. પણ એ ઘાત નથી કરતી એટલું જ છે. બાકી તો સકિત વેદનીનો ઉદય તો ત્યાં છે. એને તો સીધો દર્શનમોહ છે. બાકીની પ્રકૃતિઓ જે ઉપશમેલી છે એ સીધી બહાર આવી જશે. એ પોતે ભાવદર્શનમોહ રૂપે પરિણમી જશે. એ પડી જશે. એટલે જ્ઞાનીને પણ આવી ભૂમિકા...' એટલે જ્ઞાનદશાની ભૂમિકામાં પણ આ પ્રકારે વીતરાગદેવે ભલામણ કરી છે કે તું ચેતીને ચાલજે, જાગૃતિમાં રહેજે, કાંય પણ ભૂલ કરતો નહિ. એમ છે...' જો આવી દશાવાળાને પણ ઉપદેશ આપ્યો છે એમ છે.
તો પછી વિચારદશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય,...' જોકે એમ કહેવામાં આવ્યું છે. પણ વગ૨ કીધે એ સમજવા જેવી વાત આપોઆપ થઈ જાય છે. જેની પાસે વધારે સંપત્તિ છે એને થોડા પૈસા વેડફાય તો એને કાંઈ દેખાશે નહિ. પણ જેની પાસે મૂડી નથી એને સામાન્ય બહુ અલ્પ મૂડી છે એની એ વેડફાઈ જાય તો એને તો રોટલાના સાસા પડી જાય. એના જેવું છે.
મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય, તોપણ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે મુમુક્ષુ જીવે જે જે પ્રકારે...' હવે એ જાગૃતિ કેવી રીતે રાખવી ? કે મુમુક્ષુ જીવે જે જે પ્રકારે પરઅધ્યાસ થવા યોગ્ય પાર્થ..’ જેનાથી સુખનો આભાસ થાય છે, જેને આપણે અનુકૂળ પદાર્થો કહીએ છીએ. આમાં દરેકની કલ્પના જુદી જુદી છે. જેને અનુકૂળતા કહેવામાં આવે છે. પરઅધ્યાસ થવા યોગ્ય પદાદિનો ત્યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરવો ઘટે.’