________________
૧૦૦
રાજહૃદય ભાગ-૧૩
મર્યાદામાં આવતા ગયા છે. ક્ષુલ્લક, એલક થાય છે ત્યારથી. પછી જે સાધુદશામાં છે એ સાધુદશામાં ચાલે તોપણ કેટલી જાગૃતિપૂર્વક એક એક ડગલું ભરે છે ! કેટલી જાગૃતિ છે ! એવું નથી કે વધારે શુદ્ધિ થઈ ગઈ છે, ઘણું સાધ્યું છે, ઘણું પ્રાપ્ત કરી લીધું છે, ઘણા આગળ વધી ગયા છે માટે હવે વાંધો નથી, એમ નથી. વિશેષ વિશેષ જાગૃતિ શા માટે રાખે છે ? કે એવો શ્રી વીતરાગનો ઉપદેશ છે. વીતરાગદેવનો, જિનેશ્વરદેવનો એવો જ ઉપદેશ છે.
અહીં તો એના ઉપરથી મુમુક્ષુ ઉપર લઈ જવું છે. અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોનો સંગ છે,..' ચોથા ગુણસ્થાને. અને તે કંઈ પણ દૃષ્ટિને આકર્ષે એવો ભય રાખવા યોગ્ય છે.' દૃષ્ટિ પલટી જાય એમ કહે છે. જે પદાર્થો સુખરહિત છે એમાં જો સુખનો આભાસ થાય તો દૃષ્ટિ ઊલટી થઈ જાય. જે સુલટી થઈ છે એ ઉલટી થઈ જાય. કોઈ પદાર્થ સુખરૂપ નથી, કોઈમાં સુખનું નામનિશાન કે સુખની ગંધ નથી. જો એમાં સુખનો આભાસ થાય તો દૃષ્ટિ આખી ફરી જાય. ઉલટી થઈ જાય, વિપરીત થઈ જાય.
અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોનો સંગ છે, તે કંઈ પણ દૃષ્ટિને આકર્ષે... હોં ! જ્ઞાન ન લીધું, ચારિત્ર ન લીધું. ચારિત્ર ન લીધું. દૃષ્ટિને આકર્ષે એવો ભય રાખવા યોગ્ય છે.’ કોને ? જેની સમ્યગ્દષ્ટિ થઈ છે, અંતર્મુખ ષ્ટિ થઈ છે એટલે જેની સમ્યગ્દષ્ટિ થઈ છે એવા જીવે પણ બાહ્ય પદાર્થો સાથેના ચારિત્રમોહના પરિણામના કાળે, તેવા વ્યવહારના કાળે દૃષ્ટિ આકર્ષાય નહિ એવો ભય રાખવા જેવો છે. કેવી વાત કરી છે ! આ જ્ઞાનીઓને ઉપદેશ છે. જ્ઞાનીઓને પણ જો આવો ઉપદેશ આપવામાં આવે છે એટલે કે આવી ભૂમિકામાં પણ આ પ્રકારે ભલામણ ઘટે છે.’ અને એમ છે, એવી વસ્તુસ્થિતિ પણ છે પાછી.
તો પછી વિચારદશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય, તોપણ સ્પષ્ટ સમજી શકાય એમ છે...’ એક એક પત્રની અંદર કેવી વાતો કરી છે ! કયાંથી વાત શરૂ કરે છે ! એમની શૈલી જુઓ ! જ્ઞાનીઓના ઉપદેશથી મુમુક્ષુની ભૂમિકા ઉપર વાતને લઈ આવ્યા છે પાછી. મુમુક્ષુ તો કહેવાય બધા મુમુક્ષુ, પણ જાગૃતિ રાખે ત્યાં મુમુક્ષુતા છે. જેને જાગૃતિનો અંશ નથી એ તો ખરેખર મુમુક્ષુ જ નથી. નામધારી છે. જેમ જૈનકુળમાં જન્મે એટલે જૈન. એમ આપણે ‘સોનગઢ’ આવે એ બધા મુમુક્ષુ. પણ જાગૃતિનો અંશ નથી તે મુમુક્ષુ નથી. હવે જેને જાગૃતિનો અંશ છે એમાં ... એમાં એક સરખી જાગૃતિ બધાને હોય