________________
પત્રાંક-૬૪૯
૯૩
કોણ ?” એ મથાળા નીચેનો પત્ર છે. આવું જેનું શુક્લ હૃદય હોય અને જે ઉપયોગથી...’ એટલે જાગૃતિપૂર્વક ‘એક પળ પણ ભરનાર,...' હોય. એક પળને પણ નકામી ગુમાવે નહિ, પ્રમાદે ગુમાવે નહિ, પોતાની આત્મજાગૃતિમાં રહીને ગુમાવે, પોતાની વિદ્યમાનતાના ભાનમાં રહીને એ પળ પસાર કરે ત્યારે એને ઉપયોગથી એક પળ પણ ભરનાર,...' એવો પાત્રતાવાળો જીવ કહેવામાં આવ્યો છે. એ જ વાતનો વિસ્તાર ૬૪૯ પત્રમાં કર્યો છે. ઉપયોગથી એક પળ પણ ભરનાર....’ એનો જ વિસ્તાર કરે છે ખરેખર તો. એ સૂત્ર જેવી વાત છે.
એ રીતે ‘આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલાં અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે.' મનુષ્ય આયુ જેવું મનુષ્ય આયુ માત્ર દેહાર્યે વ્યતીત કરવામાં આવે છે. દેહાર્થે એટલે શરીરની અગવડ-સગવડ ખાતર. શરીરની અનુકૂળતા આપનારા કુટુંબીઓ ખાતર. લ્યો, ઠીક ! એકલા સાધનો નહિ. પોતાને અનુકૂળ રહે છે ને ? મારું કીધું કરે છે, હું કહું છું એમ કરે છે, મને અનુકૂળ વર્તે છે. મારે એના માટે ક૨વું જોઈએ. પોતાનો જે સમય છે એ દેહાર્થે વ્યતીત કરે છે. આત્માર્થે વ્યતીત કરવાને બદલે દેહાર્યે વ્યતીત કરે છે. તિર્યંચમાં અને મનુષ્યમાં શું ફેર ? આ ભૂંડ જે ઉકરડામાં આળોટે છે એ પણ એના પરિવા૨ માટે (બધું કરે છે). એને પણ ટોળું હોય છે. એને લઈ જાય કે ચાલ અહીંયાં નહિ, ઓલો ઉકરડો સારો છે. ત્યાં ચાલ એમ કરીને ત્યાં બધાને લઈ જાય. એ દેહાર્થે જે પ્રવૃત્તિ કરે છે અને અહીંયાં મનુષ્ય થઈને પછી ભલે બજારમાં જઈને પ્રવૃત્તિ કરે, કે જેને જે પ્રવૃત્તિનો યોગ હોય પ્રારબ્ધ કર્મ અનુસાર અને ત્યાં સમય વ્યતીત કરે. એનામાં અને આનામાં ફેર શું ?
મુમુક્ષુ – ...
પૂજ્ય ભાઈશ્રી :– હા. ભરે પટારો છે એમને ? તો વધારે એ પટારામાં પૂરાય છે. એ પટારામાં વધારે પૂરાય છે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- પણ એ પટારાને લઈને એ તિર્યંચમાં જવાના ભાવ કરે છે. કેવા ભાવ કરે છે ? તિર્યંચમાં જવાના ભાવ કરે છે.
મુમુક્ષુ ઃ
પૂજ્ય ભાઈશ્રી :- જેમ જેમ પુણ્યયોગ વિશેષ હોય, તેમ તેમ સંયોગો પ્રત્યેનો રસ વિશેષ હોય એવો એક જીવનો સામાન્ય પ્રકાર છે. કોઈ વિશેષ જીવને બાદ
...