________________
પત્રાંક-૬૪૯
એ દુઃખનું કારણ છે. એ પોતે એક અપરાધ છે એમ કહે છે. ઠીક ! સમયનો હીન ઉપયોગ થવો, આત્મકલ્યાણ ન થાય એ પ્રમાણે સમયનો ઉપયોગ થવો તે હીન ઉપયોગ છે. કેમકે પરિણામ વગ૨નો તો જીવ નથી. ક્યારેય કોઈ જીવ એક સમય પણ પરિણામ વગ૨નો નથી. તો પછી એના પરિણામ કેવા થાય છે ? આ એક પ્રશ્ન વિચારવા જેવો છે. કોઈ સમય ખાલી નથી. પાછા કોઈ પરિણામ નિષ્ફળ નથી. એવું એક પણ પરિણામ નથી કે ક્યારેય પણ નિષ્ફળ હોય. તો જો જીવ આત્મકલ્યાણ માટે સમય વ્યતીત ન કરે તો અવશ્ય એનો સમય આત્માના અકલ્યાણ માટે જાય છે. આ સીધે સીધી વાત છે. બે જ રસ્તા છે. બે જ દિશા છે-એક આત્મકલ્યાણની, એક આત્માના અકલ્યાણની. એટલે અજ્ઞાન અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ.’ એના કારણે જીવ દુઃખને ભોગવે છે. એ અપરાધ છે, અપરાધનું ફળ દુઃખ છે.
હીન ઉપયોગ થતો અટકાવવાને પ્રત્યેક પ્રાણીની ઇચ્છા હોવી જોઈએ....’ અને તેથી હીન ઉપયોગ સમયનો થાય છે તે ન થાય અને સદુપયોગ થાય એવા પ્રકા૨ની ઇચ્છા બધા પ્રાણીને હોવી જોઈએ, પ્રત્યેક પ્રાણીને હોવી જોઈએ. પોતાના સુખ માટે, સુખની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કરે, એના માટે પ્રયત્ન કરે એવી ઇચ્છા હોવી જોઈએ. પરંતુ કયા સાધન વડે ?” કરશે. એમ કરીને પત્ર અધુરો મૂકી દીધો છે. પણ કયા સાધનથી ક૨શે ? આ પણ એક જીવને મૂંઝવણનો પ્રશ્ન છે. એવું કર્યું સાધન છે કે જેના વડે એ પોતાના સમયનો હીન ઉપયોગ થતો અટકાવી શકે ? નિમિત્તાધીન જે પરિણામ છે, જ્યાં સુધી અંતર્મુખ પરિણામ નથી થયાં ત્યાં સુધી નિમિત્તાધીન પરિણામ છે. અને એ નિમિત્તાધીન પરિણામમાં સત્સંગ અને સત્શાસ્ત્ર એ બંને એક એવા આધાર છે કે જે જીવને આત્મકલ્યાણ પ્રત્યે દોરી જવામાં નિમિત્ત બની શકે એવા છે. એ સિવાય બાકીના જે કોઈ નિમિત્તો છે, એ નિમિત્તો એને હીન ઉપયોગમાં લઈ જશે, સમયનો હીન ઉપયોગ થશે. એનાથી સમયનો કોઈ સારો ઉપયોગ નહિ થાય. એ કયા સાધન વડે ? અહીં બાહ્ય સાધનમાં આ બે વિષય લીધા. સત્સંગ અને સત્શાસ્ત્ર.
62
મુમુક્ષુ ઃ
પૂજ્ય ભાઈશ્રી :- નહિતર પછી શું થાય ? જગ્યા પણ શું છે ? આ સિવાય બીજી શું જગ્યા છે ? બીજી કોઈ જગ્યા છે નહિ. બાકી બધો અસત્સંગ છે.
...
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :– હા. ... ચોક્કસ વાત છે. ૬૪૯ (પત્ર) પૂરો થયો.