________________
૯૪
રાજહૃદય ભાગ-૧૩ કરીને. એવા હળુકર્મી વિશેષ જીવો હોય છે એ તો પુણ્યના યોગમાં પણ પરિણામ બગાડતા નથી. પણ સામાન્ય રીતે તો જેને પુણ્યયોગ વિશેષ, એના પરિણામ તીવ્ર રસવાળા થયા વગર રહેતા નથી. અને તે અધોગતિમાં જવાના ચોખે ચોખ્ખા કારણો છે. એમાં કોઈ બીજી શંકા કરવા જેવી જગ્યા નથી.
જેને સંયોગ છે એ છે એમાં ડૂબે છે. નથી એને નથી એમ કરીને એને લાવવા માટે જોર કરે છે. જુઓ ! કેવી ખરાબ પરિસ્થિતિ છે! જેને સંયોગનો અભાવ છે, પુણ્યયોગ નથી એને કેમ જલ્દી મેળવું, એને મેળવું, એને મેળવું. એની પાછળ મેળવવાની દોડ માંડે છે. જેને પ્રારબ્ધયોગે આવી ગયા એ એમાં રસ લઈને ડૂબી જાય છે. જીવ ત્યાંથી મુક્ત થઈ શકતો નથી અને પોતાના આયુષ્યના પૂરા સમયની હાનિ કરીને કેટલું મોટું અશ્રેય કરે છે એનો વિચાર શુક્લ હૃદય નહિ હોવાથી નથી થઈ શકતો. શુક્લ હૃદય હોય તો તરત થાય છે.
આમ તો આગળ પત્ર લખ્યો છે. ૬પ૩, પાનું-૪૮૮. “આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. આ સમય ન બગડે એટલા માટે (કહે છે. જેના તેના સાથે સંગ કરીને સમય બગાડે છે. તો કહે છે, આત્માને કલ્યાણ થાય એવું કારણ હોય, એવો એક જ સંગ કરવા જેવો છે, બીજો કોઈ સંગ કરવા જેવો નથી. એને સત્સંગ કહ્યો છે, બાકીનાને અસત્સંગ કહ્યો છે. “એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે.'
વ્યવહાર, દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે. આમાં શું વિચાર આવે છે કે સામાન્ય રીતે સાધુપણું તો છઠા-સાતમા ગુણસ્થાને બાહ્ય ત્યાગરૂપ યોગ્ય છે. પણ કોઈ કોઈ જીવોને એવું છઠું-સાતમું ગુણસ્થાન પ્રાપ્ત ન થવા છતાં એ સાધુત્વ લે તો એને દોષ ખરો? આ વિચારણીય પ્રશ્ન છે. એક આત્મહેતુભૂત એવા સંગ સિવાય સર્વ સંગ...” ત્યાગવા માટે એણે એમ કર્યું હોય તો યોગ્ય છે. ત્યાગ પાછળ હેતુ શું છે ? ત્યાગનું મૂલ્ય ક્યારે ? કે એ ત્યાગનો હેતુ સ્પષ્ટ આત્મકલ્યાણ માટેનો હોય ત્યારે. નહિતર ત્યાગનું કોઈ મૂલ્ય નથી. એટલે એ પોતે. આમ તો લલ્લુજીને પત્ર લખ્યો છે. લલ્લુજી તો સાધુ હતા. પત્ર લલ્લુજી' ઉપરનો છે. એને એમ નથી કહ્યું કે તમે કપડા પહેરી લ્યો. આ સાધુપણું નથી માટે તમે હવે સંસારમાં જે રીતે લોકો રહે છે એવી જ રીતે વ્યવહારમાં આવી જાવ. સંસારના વ્યવહારમાં આવી જાવ એમ એમને ન રાખ્યું. અને ત્યાગી જીવનમાં રાખ્યા. એમ ન કહ્યું કે તમે સાધુપણું છોડી દ્યો. એને એમ કહ્યું કે તમારે જે બાહ્ય