________________
પત્રક-૬૪૭
૮૧
નથી. અનુભવમાં આવ્યો નથી. એવો ‘અગમ અગોચર નિર્વાણમાર્ગ છે, એમાં સંશય નથી.’ અનંત કાળ કાઢ્યો છે. ધર્મ પ્રાપ્ત કરવા માટે ધમપછાડા કાંઈ થોડા કર્યા નથી. ઘણી મહેનત કરી છે, ઘણા પરિશ્રમ કર્યા છે, ઘણા તપ તપ્યા છે, બહુ પરિશ્રમ લીધો છે તોપણ માર્ગ મળ્યો નથી એ વાત નિઃસંશય છે, એમાં કોઈ સંશય નથી.
..
પોતાની શક્તિએ, સદ્ગુરુના આશ્રય વિના,...' એ માર્ગના જાણકાર વિના. પોતાની શક્તિએ તે માર્ગ શોધવો અશક્ય છે;...' અસંભવ નથી પણ અશક્ય છે. એમ વારંવાર દેખાય છે,' એવું અમને વારંવા૨ લાગે છે. માણસને એક ધંધો કરવો હોય, ગમે તે Line માં નવી Line માં ધંધો કરવો હોય, ચાલતો ધંધો બરાબર ન ચાલતો હોય અને એમ થાય કે કાંઈક બીજો ધંધો કરવો જોઈએ. પછી અનેક જાતના વ્યવસાય માટે વિચાર કરે કે આ ધંધો કરવા જેવો છે. તો એ સીધો કોઈ ધંધો શરૂ કરી દે છે ? એ ધંધાના અનુભવી માણસોને એ મળે છે. શું કરે છે ? જેને Survey કહેવામાં આવે છે. શું કરે છે ? એ Line નો Survey ક૨વામાં આવે છે તો શું કરે છે ? કે એ Line ની અંદર જે અનુભવી હોય, જે સફળ થયા હોય, જે નિષ્ફળ ગયા હોય. બેયને મળે. ભાઈ ! તમે આ દુકાન માંડી હતી. કેમ તમારે બંધ કરવી પડી ? કયા સંજોગોમાં બંધ કરવી પડી ? શું કારણ એવું ઊભું થયું કે તમે આવો સારો ધંધો બંધ કરી દીધો ? અમને તો આ સારો દેખાય છે. અમે તો કરવાનો વિચાર કરીએ છીએ. તો સફળ થાય એને પૂછે કે ભાઈ ! આની અંદર છે શું ? કેવી રીતે આ ધંધો ચાલે ? અનુભવીઓને મળ્યા વિના સીધો કોઈ એ ધંધો શરૂ કરી દે છે એવું જગતમાં પણ જોવામાં આવતું નથી. આ તો બધો સ્થૂળ વિષય છે. જે ધંધાધાપાનો જેટલો વિષય છે એ તો બધો સ્થૂળ વિચારથી સમજી શકાય એવો વિષય છે.
નિર્વાણમાર્ગ તો સૂક્ષ્માતિસૂક્ષ્મ છે, ઘણો સૂક્ષ્મ છે. બાર અંગમાં કોઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષય હોય તો આ માર્ગનો છે. તત્ત્વનું તત્ત્વ છે આ. તો પછી, સદ્ગુરુ એટલે અનુભવી પુરુષ, એ અનુભવી પુરુષના આશ્રય વિના એટલે એના માર્ગદર્શન વિના, એની આજ્ઞામાં રહ્યા વિના. લ્યો ! સીધી વાત એ છે. આજ્ઞાંકિતપણે એના ચ૨ણમાં નિવાસ કર્યા વિના. આટલી વાત છે.
‘ગુરુદેવ’ તો આવી બાબત આવે ત્યારે બહુ સરસ વાતો લેતા હતા કે, ભગવાનના સમવસરણમાં ૩૨ લાખ વિમાનનો સ્વામી સૌધર્મ ઇન્દ્ર છે એ ગલુડિયાની જેમ બેસીને સાંભળે છે. નહિતર એ તો જ્ઞાની છે, હોં ! એ તો