________________
૭૯
પત્રાંક-૬૪૬
પ્રાપ્તિ થાય છે. એમ છે.
મુમુક્ષુ :– સરળતા...
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ પાત્રતાનું એક લક્ષણ છે. પાત્રતામાં અનેક ગુણો છે એમાંનો એક ગુણ છે. સરળપણું છે એ પાત્રતાનો ગુણ છે. અસ૨ળપણું તે અપાત્રતા છે.
મુમુક્ષુ :– સરળતા વગર સહજતા આવે નહિ.
–
પૂજ્ય ભાઈશ્રી :– હા, સરળતા વગર તો સહજતા આવવાની નથી. વક્રતા તો પોતે જ કૃત્રિમ છે. એ કૃત્રિમતાને વધારનારી છે. સરળતા છે એ કૃત્રિમતાને નાશ કરનારી છે. સરળતા મુમુક્ષુની ભૂમિકામાં બહુ મોટો ગુણ છે. એ બહુ મોટો ગુણ છે. અને એના ઉ૫૨ વજન હોવું જોઈએ. આ એક સ૨ળતા સ્વપ્રાપ્તિ માટે બહુ ઉપયોગી ગુણ હોવાથી એના ઉ૫૨ વજન હોવું જોઈએ, એનું લક્ષ હોવું જોઈએ. નહિતર એ (અસ૨ળતાના) પાછા પરિણામ એવા છે કે પોતાને ખ્યાલ ન રહે, એવા અસ૨ળતાના પરિણામમાં પોતાને ખ્યાલ ન રહે.
મુમુક્ષુ :– પોતાને એમ લાગે..
પૂજ્ય ભાઈશ્રી :– હા. પણ આ દાખલા તરીકે સમ્યગ્દર્શન છે એ ખરેખર તો પરિણામની સ૨ળતાનું જ એક સ્વરૂપ છે. જેમાં તિર્યંચગતિના બંધનો વિચ્છેદ જાય છે. વિચ્છેદ થઈ જાય છે. તો એનો અર્થ શું થયો ? કે એવા અસ૨ળતાના માયાના પરિણામ આડા થતા નથી. એનો વિચ્છેદ જાય છે. સમ્યગ્દર્શન થનારને તિર્યંચગતિનો બંધ વિચ્છેદ થઈ જાય છે. એ પ્રકાર આ છે. એ ૬૪૬ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬૪૭
મુંબઈ, આસો, ૧૯૫૧ અગમ અગોચ૨ નિર્વાણમાર્ગ છે, એમાં સંશય નથી. પોતાની શક્તિએ, સદ્ગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો અશક્ય છે; એમ વારંવાર દેખાય છે, એટલું જ નહીં, પણ શ્રી સદ્ગુરુચરણના આશ્રયે કરી બોધબીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદ્ગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતાં એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે.